Stock Market Top 5: શેર માર્કેટના '5 પાંડવ' જે આર્થિક યુદ્ધમાં બન્યા અગ્રેસર, સર્જાયા તેજીના કિર્તીમાન

Stock Market Top Gainers: ભારતીય સ્ટોક માર્કેટની ધમાકેદાર તેજીમાં જે શેરોનો મોટો હાથ છે તે તમારા જાણિતા શેર છે અને પોતાની જોરદાર બઢતથી બજારને સપોર્ટ આપે છે. 
 

1/9
image

Stock Market Top Gainers: ભારતી શેર બજારની તોફાની તેજીનો અંદાજા સ્થાનિક વિદેશી તમામ પ્રકારના રોકાણકારોને આકર્ષી રહ્યા છે. આજે  શેરબજારમાં BSE સેન્સેક્સ 75,582.28ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયો છે અને NSE નિફ્ટીએ 23,019.65ની સપાટી બતાવીને 23 હજારનું લક્ષ્ય હાંસલ કર્યું છે. ગુરૂવારે માર્કેટ બંધ થતી વખતે પણ શેર માર્કેટમાં સેંસેક્સ-નિફ્ટી પોતાના ઓલટાઇમ હાઇ પર બંધ થયો હતો. 

લોકસભા ચૂંટણી સાથે સાથે શેર બજાર પણ તેજીમાં

2/9
image

દેશભરમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે અને તેના પરિણામો બાદ શેર બજારને હાજર એનડીએ સરકારના રિપીટ હોવાનું અનુમાન છે. હાલની સરકારે ફરીથી સત્તામાં ફરવાની આશાથી ઘણા સેક્ટર્સમાં જોશ હાઇ છે અને તેના દમ પર બજાર કૂદકા ભરી રહ્યું છે. સડસડાટ દોડતી શેરબજારની ચાલની આગળ ગ્લોબલ બજારનો રંગી ફીકો છે અને ઇન્ડીય સ્ટોક માર્કેટ ચોતરફ રેલી ગ્લોબલ ઇન્વેસ્ટર્સને હેરાન કરી દીધા છે. 

શેરબજારના Fantastic Five

3/9
image

શેર બજારની તેજીના દૌરમાં શું મિડકેપ-સ્મોલકેપ, શું બેંક-એફએમસીજી, ઓટો...તમામ શેરોની ઉછાળનો અંદાજ જોવા મળી રહ્યો છે. બજારમાં સતરંગી રેલી ચાલુ છે જેની મજા રોકાણકારો લૂંટી રહ્યા છે. એવામાં શેર બજારમાં પાંચ એવા દિગ્ગજ શેર છે જે બજારમાં પોતાની સ્થિતિ વધારી રહ્યા છે અથવા તેના આધારે છેલ્લા કેટલાક વર્ષોમાં નિફ્ટીમાં 1000 પોઇન્ટની રેલી જોવા મળી છે. આ 5 શેર આપણા સ્થાનિક શેરના 'પાંચ પાંડવ' ગણવામાં આવે છે જે તમામ અવરોધોને પાર કરીને આર્થિક યુદ્ધમાં અગ્રેસર બન્યા છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (State Bank of India)

4/9
image

ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ એક વર્ષમાં જે વૃદ્ધિ હાંસલ કરી છે તે અભૂતપૂર્વ છે. બજારના ઉછાળામાં તેણે 16 ટકા યોગદાન આપ્યું છે. SBI એ આજે રૂ. 841.25 નો પોતાનો ઓલટાઇમ હાઇ બનાવ્યો છે અને શેર સતત અપવર્ડ મૂવમેન્ટ કરી રહ્યો છે. ગયા અઠવાડિયે જાહેર થયેલા પરિણામોમાં બેંકે શાનદાર ગ્રોથ પ્રાપ્ત કર્યો છે અને તેના શાનદાર પ્રદર્શનના આધારે સ્ટોક સતત વધી રહ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)

5/9
image

માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) તેના રોકાણકારોને બમ્પર વળતર આપી રહી છે. અત્યાર સુધીમાં તેણે બજારની તેજીમાં 15 ટકા યોગદાન આપ્યું છે. રોકાણકારોને રૂ. 3024.90ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે મોટી કમાણી મળી છે. રિફાઈનરીથી રિટેલ અને ટેલિકોમથી લઈને નાણાકીય સેવાઓ સુધીનો બિઝનેસ કરતી આ કંપની દેશના સૌથી મોટા જૂથ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ફ્લેગશિપ કંપની છે અને મુકેશ અંબાણી તેના ચેરમેન છે, જે એશિયા અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra)

6/9
image

ઓટો સેક્ટરની દિગ્ગજ મેન્યૂફેક્ચરર (Mahindra & Mahindra) એમએન્ડએમના શેરની તાજેતરની તેજી 16 ટકાની બઢતનું યોગદાન છે. આ કંપની સતત નવી નવી ગાડીઓ અને મોડલ સાથે શેર બજારમાં તેજીના નવા કીર્તિમાન પણ પ્રાપ્ત કરતી જાય છે. તેના 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તર 2617 રૂપિયા છે અને આજે આ 2594 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો છે.  

આઇસીઆઇસીઆઇ બેંક (ICICI Bank)

7/9
image

દેશની દિગ્ગજ બેંક આઇસીઆઇસીઆઇ બેંક (ICICI Bank) ના શેર બજારની રેલીમાં 17.3 ટકાનું યોગદાન આપી ચૂક્યા છે. તેણે તાજેતરમાં જ પોતાના ઓલટાઇમ હાઇ લેવલ 1169 રૂપિયાને ટચ કર્યો છે જેના ભાવ પર બેંક નિફ્ટીને પણ ભારે સપોર્ટ મળ્યો હતો. 

ભારતીય એરટેલ (Bharti Airtel Ltd)

8/9
image

ભારતી એરટેલ (Bharti Airtel Ltd) દેશની ટેલિકોમ સેક્ટરની સૌથી જૂની કંપનીઓમાંની એક છે. છેલ્લા 1000 પોઈન્ટના બજારના વધારામાં ભારતી એરટેલે ((Bharti Airtel) 14 ટકા યોગદાન આપ્યું છે. આજે જ શેર રૂ. 1397ના જીવનકાળના ઉચ્ચ સ્તરને સ્પર્શી ગયો છે અને નવો રેકોર્ડ બનાવ્યો છે. સુનીલ ભારતી મિત્તલની આગેવાની હેઠળની ભારતી એરટેલને દેશના ટેલિકોમ યુઝર્સનો દરેક વર્ગ ઓળખે છે.

પાંચ શેર છે દિગ્ગ્જ કંપનીના લીડર

9/9
image

આ પાંચ શેર બજારની હજાર અંકોની બઢત માટે 75 ટકાથી વધુ યોગદાન આપનાર શેર છે. તેમણે ના ફક્ત તાજા-તાજા પોતાનું ઓલટાઇમ હાઇ લેવલ બનાવ્યું છે પરંતુ આ બજારની ઐતિહાસિક ઉંચાઇના સૂત્રધાર પણ છે. આ પાંચ શેર દેશની દિગ્ગ્જ કંપનીઓના શેર છે જે વર્ષોથી ઇન્ડીયન સ્ટોક માર્કેટમાં પોતાનો સિક્કો જમાવી ચૂક્યા છે.