Photos: અત્યાર સુધી આ બોલરોએ ફેંક્યો છે વિશ્વનો સૌથી ઝડપી બોલ

નવી દિલ્લીઃ વિશ્વ ક્રિકેટમાં એવા ખતરનાક ફાસ્ટ બોલર થયા છે જેમણે વિશ્વમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. શોએબ અખ્તર, બ્રેટ લી, શોન ટેટ, જેફ થોમસન અને મિચેલ સ્ટાર્ક આવા ફાસ્ટ બોલર રહ્યા છે.

1. શોએબ અખ્તર

1/5
image

રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતા શોએબ અખ્તરનું નામ આ લિસ્ટમાં નંબર વન પર છે. આ દિગ્ગજ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી બોલર છે. શોએબ અખ્તરે 2003ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે પોતાની કારકિર્દીનો સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. જેની સ્પીડ 161.3 kmph છે.

2. બ્રેટ લી

2/5
image

સૌથી ઝડપી બોલર કહેવાતા બ્રેટ લીનું નામ આ યાદીમાં નંબર 2 પર છે. બ્રેટ લીએ 2005માં બ્રિસ્બેનમાં ન્યૂઝીલેન્ડ સામે તેની કારકિર્દીનો સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો, જેની ઝડપ 161.1 kmph હતી.

3. શોન ટેટ

3/5
image

આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના શોન ટેટનું નામ ત્રીજા નંબર પર છે. ટેટે ઈંગ્લેન્ડ સામે તેની કારકિર્દીનો સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. જે 161.1 kmph છે. ઈજાના કારણે આ ખેલાડીની કારકિર્દી આગળ વધી શકી ન હતી અને તેના કારણે તે પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

4. જેફ થોમસન

4/5
image

આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઝડપી બોલર જેફ થોમસનનું નામ ચોથા નંબર પર છે. આ ખેલાડીએ વર્ષો સુધી પોતાની બોલિંગથી બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. થોમસને 1975માં પર્થમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની કારકિર્દીનો સૌથી ઝડપી બોલર ફેંક્યો હતો. જ્યારે તેણે 160.6 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી.

5. મિચેલ સ્ટાર્ક

5/5
image

આ યાદીમાં સ્થાન મેળવનાર મિચેલ સ્ટાર્ક એકમાત્ર વર્તમાન ઝડપી બોલર છે. જે પોતાનામાં એક અદ્ભુત સિદ્ધિ છે. મિચેલ સ્ટાર્કે 2015માં ન્યૂઝીલેન્ડ સામે પોતાની કારકિર્દીનો સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. જ્યારે તેણે 160.4 kmphની ઝડપે બોલ ફેંક્યો હતો. સ્ટાર્ક હજુ રમી રહ્યો છે.