અંબાજીમાં 40 લાખથી વધુ માઈભક્તોએ વહાવ્યો દાનનો દરિયો, કરોડોમાં પહોંચી મંદિરની આવક

Ambaji: યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે ભવ્ય ઉજવણી થઈ રહી છે. કારણકે, આજે ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ છે. છેલ્લાં છ દિવસથી ચાલતા ભાદવી પૂનમના મેળા અંતર્ગત અત્યાર સુધીમાં 40 લાખથી વધુ માઈભક્તિોએ અંબાજી મંદિરના દર્શન કર્યાં. જેનાથી મંદિરને કરોડોની આવક પણ થઈ. તેની તસવીરો જોઈને અક્કલ કામ નહીં કરે....

 


 

1/6
image

કુલ 51 શક્તિપીઠો પૈકી એક એવા મા આદ્યશક્તિ અંબે માના ધામ અંબાજીમાં આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. 

2/6
image

23 સપ્ટેમ્બરથી કુલ સાત દિવસના મેળાનો પ્રારંભ થયો હતો. આજે વર્ષોથી યોજાતા માં અંબાજીના સાત દિવસીય મેળાનો અંતિમ દિવસ છે. લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે. છેલ્લાં છ દિવસમાં અત્યાર સુધીમાં 40 લાખ કરતા વધુ માઈભક્તોએ આદ્યશક્તિના ધામ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા છે. 

3/6
image

છ દિવસમાં 40 લાખ શ્રદ્ધાળુઓએ અંબાજીના દર્શન કર્યા. છ દિવસમાં 15.9 લાખ પ્રસાદીના પેકેટનું વિતરણ કરાયું. અંબાજી મંદિરમાં દાન ભેટની કુલ આવક 1.89 કરોડ રૂપિયા થઈ.

4/6
image

પહેલાં લોકો અહીં ચાલતા આવતા હતા. મા જંગદંબાને લોકો પોતાના આપણે પોતાના ઘરે પધારવા આમંત્રણ આપતા હતાં. નવરાત્રિમાં મા જગદંબા લોકોના ઘરે પધારે તેના માટે ભક્તો હાલ તેમને આમંત્રણ આપવા આવી રહ્યાં છે. માં અંબા અહીં ગરબે ગુમે છે. આસો અને ચૈત્રી અને બે ગુપ્ત નવરાત્રિ છે. કુલ ચાર નવરાત્રિ હોય છે.

5/6
image

માતાજીના મંદિરમાં મોહનથાળનો પ્રસાદ વર્ષોથી આપવામાં આવે છે. સામાન્ય દિવસોમાં દોઢ લાખ જેટલાં પ્રસાદીના પેકેજનું વિતરણ થતું હોય છે. જોકે, હાલ ભાદવા મહિનાના અંબાજીના મેળામાં પ્રસાદી બમણી થઈ જાય છે. હાલ મેળાને કારણે છેલ્લાં છ દિવસથી એક દિવસમાં 3 લાખથી વધારે પ્રસાદીના પેકેટનું વિતરણ થાય છે. એમાંય મેળાનો આજે અંતિમ દિવસ હોવાથી આજે ભાદવી પૂનમ હોવાથી પ્રસાદીના પેકેટનો આંકડો 5 લાખને પાર કરી જાય તો પણ નવાઈ નહીં.

6/6
image

અંબાજી મંદિરમાં હાલ દાન ભેટ પેઠે આવેલાં નાણાંથી કરોડોની આવક થઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા તેની ગણતરી કરવામાં આવી તે સમયની તસનવીરો અહીં દર્શાવાઈ હતી.