મમ્મી કરિના અને પપ્પા સૈફે દીકરા તૈમુરનો બીજો જન્મદિવસ યાદગાર બનાવવા કર્યું જબરદસ્ત પ્લાનિંગ

1/10
image

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમુર અલી ખાન હવે ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો છે. આ વર્ષે 20 ડિસેમ્બરે તૈમુર બે વર્ષનો થવાનો છે. આ દિવસના સેલિબ્રેશન માટે સૈફ અને કરિનાએ સ્પેશિયલ બર્થ-ડે પાર્ટી પ્લાન કરી છે. 

2/10
image

પિંકવિલામાં આવેલા સમાચાર પ્રમાણે તૈમુરની બર્થ-ડે પાર્ટીમાં તેના અનેક સ્કૂલ ફ્રેન્ડ અને સ્ટાર કિડ્સ સામેલ થશે. આ પાર્ટીમાં શાહરૂખ ખાનનો દીકરો અબરામ, તુષાર કપૂરનો દીકરો લક્ષ્ય તેમજ અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા સ્પેશિયલ ગેસ્ટ હશે. આ સાથે તેની કઝિન એવી સોહા અલી ખાનની દીકરી ઇનાયા ખેમુ પણ ખાસ હાજર રહેશે. 

3/10
image

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમુર કોઈ સુપરસ્ટારથી ઓછો નથી. તેની દરેક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ બની જાય છે.

4/10
image

હવે તૈમુરની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે તેના જેવા દેખાવના રમકડાં બજારમાં મળતા થઈ ગયા છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી એક તસવીર પર વિશ્વાસ મૂકીએ તો કેરળમાં 'તૈમુર ઢીંગલા' વેચાય છે. 

5/10
image

સ્ટારકિડ તૈમુર અલી ખાનના પિતા સૈફ અલી ખાને હાલમાં ખુલાસો કર્યો હતો કે તેના દીકરા તૈમુરની તસવીર ક્લિક કરનાર paparazzi તૈમુરની એક તસવીર મીડિયાને 1500 રૂ.માં વેચે છે. કરીનાના પિતા રણધીર કપૂરે આ વાતની જાણકારી આપી હતી. 

6/10
image

તૈમુર અલી ખાન આખા દેશના આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. તેની દરેક તસવીર વાઇરલ થઈ જાય છે. કરીના પોતે પણ તૈમુરને મળતી પ્રસિદ્ધિથી બહુ ખુશ છે અને કહે છે કે તે તો ભવિષ્યનો સ્ટાર છે. 

7/10
image

કરીના અને સૈફ બંને તૈમુર માટે બહુ પ્રોટેક્ટિવ પણ છે અને તેને સંભાળવા માટે બે-બે હેલ્પર્સ તેમની પાસે છે. તૈમુર બહુ જલ્દી બે વર્ષનો થવાનો છે ત્યારે તેની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જાય છે

8/10
image

તૈમુર જ્યાં પણ જાય છે ત્યાં સુધી મીડિયાના કેમેરા તેની પાછળ ફરતા રહે છે. સોશિયલ મીડિયા પર તો તૈમુરના અનેક ફેન પેજ પણ બની ગયા છે. તૈમુરના લાખો ચાહકોમાં તેના મામા રણબીર કપૂરનું નામ પણ શામેલ છે.

9/10
image

નાનકડો નવાબ તૈમૂર અલી ખાન આમ તો જન્મથી જ કેમેરાથી ઘેરાયેલો રહે છે. બોલિવુડ સ્ટાર કિડ્સમાં ભાગ્યે જ કોઈ બાળકને આવી સક્સેસ બાળપણથી મળી હશે. ક્યારેક મોંઘીદાટ કારની સફર કરતા, તો ક્યારેક મમ્મા કરીના કપૂર ખાન સાથે એરપોર્ટ પર મીડિયાને પોઝ આપતો દેખાય છે. 

10/10
image

લોકોમાં તૈમુરની લોકપ્રિયતા એટલી બધી છે કે તેની તસવીરો વાઇરલ બની જાય છે અને ટ્વિટર પર પણ કોઈને કોઈ મુદ્દે તૈમુર વિશે ચર્ચા થતી રહેતી હોય છે. હવે તૈમુર ધીમેધીમે મોટો થઈ રહ્યો છે ત્યારે તે ફોટોગ્રાફર્સને પણ પ્રતિભાવ પણ આપે છે અને તેમની સાથે કંઈ વાત કરવાનો પણ પ્રયાસ કરે છે.