રક્ષાબંધન પર બને છે વિશેષ સંયોગ, મળશે લાભ: પરંતુ ભૂલથી આ 6 ભૂલ ના કરતા

3 ઓગસ્ટ સવારે 7 વાગ્યે 19 મિનિટથી ચંદ્રનું નક્ષત્ર શ્રાવણ થઇ જશે. આ કારણે આ શ્રાવણ પણ કહેવાય છે. સવારે 7.19થી લઇને આગામી દિવસ 5.44 મિનિટ સુધી સર્વાત્ર સિદ્ધિકી યોગ પણ છે.

નવી દિલ્હી: ભાઇ-બહેનના સંબંધ અને પ્રેમનું પ્રતીક રક્ષાબંધન (Raksha Bandhan 2020)નો તહેવાર આ વર્ષે 3 ઓગસ્ટના ઉજવવામાં આવશે. પરંતુ આ વખતે રક્ષાબંધન ખુબજ ખાસ રહેવાનું છે કેમ કે, આ દિવસ શ્રાવણ પૂર્ણિમા, સંસ્કૃત દિવસ, અન્ન વાધન, માતા ગાયત્રી જયંતી, નારલી પૂર્ણિમા, હયગ્રીવ જયંતી, યજુર્વેદ ઉપાકર્મ અને શ્રાવણનો અંતિમ સોમનવાર જેવા 8 અન્ય મુખ્ય દિવસ પણ પડી રહ્યાં છે. જે તહેવારથી ઓછું નથી. આવો જાણીએ કે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત કર્યું છે...

રક્ષાબંધન પર બની રહ્યો છે આયુષ્માન યોગ

1/6
image

જ્યોતિષીઓના અનુસાર, રક્ષાબંધન પર આ વખતે આયુષ્માન યોગ બની રહ્યો છે. જે ભાઇ-બહેનના સંબંધને લાંબી ઉંમર આપશે. જો બહેન જણાવેલા શુભ મુહુર્ત પર તેના ભાઇને રાખડી બાંધે છે તો તેનાથી ભાઇ-બહેનનો ભાગ્યોદય હશે અને સંબંધમાં પ્રેમ અને વધશે. (ફોટો સાભાર- ઇન્ટરનેટ)

આ સમયે થશે ચંદ્રનું નક્ષત્ર શ્રાવણ

2/6
image

3 ઓગસ્ટ સવારે 7 વાગ્યે 19 મિનિટથી ચંદ્રનું નક્ષત્ર શ્રાવણ થઇ જશે. આ કારણે આ શ્રાવણ પણ કહેવાય છે. સવારે 7.19થી લઇને આગામી દિવસ 5.44 મિનિટ સુધી સર્વાત્ર સિદ્ધિકી યોગ પણ છે. (ફોટો સાભાર- ઇન્ટરનેટ)

સવારે માત્ર 2 કલાકનું હશે શુભ મુહૂર્ત

3/6
image

જ્યોતિષીઓના અનુસાર, રાખડી બાંધવાનું સર્વશ્રેષ્ઠ શુભ મુહૂર્ત સવારે 9 વાગ્યે 25 મિનિટથી લઇ સવારે 11 વાગ્યે 28 મિનિટ સુધી છે. આ મુહૂર્ત માત્ર 2 કલાકનું હશે. આ મુહૂર્તમાં તમામ બહેનો તેમના ભાઇના હાથ પર રાખડી બાંધશે. (ફોટો સાભાર- ઇન્ટરનેટ)

સાંજનો સમય પણ રહેશે સર્વશ્રેષ્ઠ

4/6
image

તો બીજી તરફ સાંજના સમયે રાખડી બાંધવાનો સર્વશ્રેષ્ઠ સમય બપોર 3.50થી લઇને સાંજે 5.15 વાગ્યા સુધી રહેશે. આ સમયે રક્ષાબંધન ઉજવવી ભાઇ અને બહેન બંને માટે ફળદાયક રહશે. (ફોટો સાભાર- ઇન્ટરનેટ)

રાહુ કાળમાં રાખડી બાંધવાથી દૂર રહો

5/6
image

3 ઓગસ્ટના ઘણા અશુભ મુહૂર્ત પણ રહેશે જ્યારે તમારે રાખડી બાંધવાથી દૂર રહેવું પડશે. સવારે 7.25 વાગ્યાથી 9.05 વાગ્યા સુધી બહેનો રાખડી બાંધવાથી દૂર રહે. તમને જણાવી દઇએ કે, તે દરમિયાન રાહુ કાળ રહેશે. આ ઉપરાંત સવારે 5.44 વાગ્યાથી 9.25 વાગ્યા સુધી ભદ્રા રહેશે, જેમાં રાખડી બાંધવી પ્રતિબંધત માનવામાં આવે છે. (ફોટો સાભાર- ઇન્ટરનેટ)

ગુલિક કાળમાં પણ રાખડી બાંધવી માનવામાં આવે છે પ્રતિબંધત

6/6
image

દિવસમાં 11.28 વાગ્યાથી લઇને બપોરના 01.07 વાગ્યા સુધી ભાઇને રાખડી ના બાંધો. ત્યારબાદ 02.08 વાગ્યાથી લઇને 03.50 વાગ્યા સુધી ગુલિક કાળ રહેશે, જેમાં રાખડી બાંધવી જોઇએ નહીં. (ફોટો સાભાર- ઇન્ટરનેટ)