Diabetes: ત્વચા પર દેખાય છે ડાયાબિટીસના આ લક્ષણ, આ સમસ્યાઓને ન કરવી ઈગ્નોર
Diabetes: ડાયાબિટીસ એવી બીમારી છે જે શરીરની અંદરથી ધીમે ધીમે ડેમેજ કરે છે. ડાયાબિટીસના કારણે પગની નસોથી લઈને આંખ, કિડની અને હાર્ટને પણ નુકસાન થાય છે. ડાયાબિટીસના કારણે ત્વચા સંબંધિત સમસ્યા પણ વધી શકે છે. આજે તમને ડાયાબિટીસના એવા લક્ષણ વિશે જાણીએ છે ત્વચા પર દેખાય છે. આ લક્ષણો જણાય તો તુરંત જ બ્લડ સુગર ચેક કરાવવું.
રફ સ્કીન
ડાયાબિટીસમાં સ્કીન કડક અને રફ થઈ જાય છે. શરીરમાં શુગર લેવલ વધી જવાથી સ્કિનમાં સોજા વધવા લાગે છે. તેના કારણે સ્કીન ઘણી વખત બરછટ અને કઠોર થવા લાગે છે.
ડ્રાય સ્કીન
ડાયાબિટીસના દર્દીઓને સ્કીનની ડ્રાયનેસ પણ વધારે રહે છે. ડાયાબિટીસના કારણે જો સ્કીન ડ્રાય થતી હોય તો સ્કીન વધારે ખેંચાય છે અને ઇરીટેશન અનુભવાય છે. ઘણી વખત ડાયાબિટીસના કારણે એક્ઝીમા અને ખંજવાળ પણ આવતી હોય છે.
ડાર્ક ગરદન
ડાયાબિટીસના દર્દીઓની ત્વચા રફ અને કાળી થવા લાગે છે. મોટાભાગે આ લક્ષણ ગરદનમાં જોવા મળે છે. ગરદનના ભાગની ત્વચાનો રંગ કાળો પડવા લાગે તો તુરંત જ બ્લડ સુગર ચેક કરાવવું.
ડાર્ક સ્પોટ
બ્લડ સુગર વધી જવાથી ચહેરા પર ડાર્ક સ્પોટ પણ વધી જાય છે. જેના કારણે ચહેરો બેરંગ દેખાવા લાગે છે.
સ્કિન પર પેચ
ત્વચા પર અચાનક જ રેશિસ કે પેચીસ દેખાવા લાગે તો તે પણ ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે. જો અચાનક ત્વચા પર લાલ કે ભૂરા ડાઘ દેખાવા લાગે તો ડાયાબિટીસ ચેક કરાવવું જોઈએ.
Trending Photos