Gold-Silver Price: ચાંદી ફરી ₹90 હજારને પાર, સોનું પાર કરશે ₹85000 નો આંકડો, ભાવમાં ભડકો

Gold-Silver Rate: ગત અઠવાડિયે થોડા ઘટાડા બાદ ફરીથી સોના-ચાંદીના ભાવમાં તેજીનો સિલસિલો યથાવત છે. સોમવારે સોના-ચાંદીના ભાવમાં ફરી ભડકો થયો છે. એક ઝાટકો 828 રૂપિયાને વધીને 90 હજાર રૂપિયા પ્રતિ કિલોને પાર થઇ ગઇ છે તો બીજી તરફ સોનાની કિંમતમાં પણ વધારો થયો છે. 

સોના ચાંદીના લેટેસ્ટ ભાવ

1/8
image

Gold-Silver Rate: ગત અઠવાડિયે થોડા ઘટાડા બાદ ફરીથી સોના-ચાંદીના ભાવમાં તેજીનો સિલસિલો યથાવત છે. સોમવારે સોના-ચાંદીના ભાવમાં ફરી ભડકો થયો છે. એક ઝાટકો 828 રૂપિયાને વધીને 90 હજાર રૂપિયા પ્રતિ કિલોને પાર થઇ ગઇ છે તો બીજી તરફ સોનાની કિંમતમાં પણ વધારો થયો છે.

ઇન્ડીયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના અનુસાર 10 ગ્રામ સોનું 134 રૂપિયા મોંઘુ થઇને 72162 રૂપિયા પર પહોંચી ગયું છે. તો બીજી તરફ એક કિલો ચાંદીની કિંમત 90590 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઇ છે.  

ચાંદી 90 હજાર રૂપિયાને પાર

2/8
image

સોમવારે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. આજે એક કિલો ચાંદી 828 રૂપિયા મોંઘી બનીને 90590 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ. ગત અઠવાડિયે જ્યાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો તો બીજી તરફ આ અઠવાડિયે પહેલાં દિવસે બંને મોંઘા થવા લાગ્યા.

74 હજાર પ્રતિ 10 ગ્રામ પહોંચી ચૂકેલું સોનું ગત અઠવાડિયે ઘટીને 71 હજારની નજીક પહોંચ્યું હતું. સોમવારે ફરીથી તેજી આવવા લગી. આજે 24 કેરેટ સોનાની કિંમત 72162 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઇ છે. 

24 કેરેટથી લઇને 18 કેરેટ સોનાની કિંમત

3/8
image

- ઇન્ડીયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોશિએશન (IBJA) ની વેબસાઇટ પર જાહેર થયેલા સોના-ચાંદીના ભાવ

- 24 કેરેટ સોનાની કિંમત 72162 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

- 23 કેરેટ સોનાની કિંમત 71873 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

- 22 કેરેટ સોનાની કિંમત 66100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

- 18 કેરેટ સોનાની કિંમત 54122 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

- 14 કેરેટ સોનાની કિંમત 42215 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

- 1 કિલો ચાંદીની કિંમત 89797 રૂપિયાથી વધીને 90590 પર પહોંચી ગઇ. 

સોના અને ચાંદીના વૈશ્વિક ભાવમાં પણ તેજી

4/8
image

વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજાર કોમેક્સ પર સોનાનો વાયદાનો ભાવ 0.48 ટકા વધીને $2368.20 પ્રતિ ઔંસ થયો હતો, જ્યારે હાજર ભાવ $2343.06 પ્રતિ ઔંસ પર પહોંચ્યો હતો. તો બીજી તરફ ચાંદીની કિંમત $ 0.52 વધી અને $ 31.02 પ્રતિ ઔંસ પર પહોંચી ગઇ. 

ક્યાં સુધી જશે સોનું

5/8
image

સોનાના ભાવ જે ગતિએ વધી રહ્યા છે, તે લોકોની ખરીદથી બહાર થતા જાય છે. સોનાની કિંમતમાં તેજીનો સિલસિલો હજુ ચાલુ રહેવાની આશા છે. સોનાના વધતા જતા રોકાણને લીધે કિંમત વધતી જાય છે. આ વર્ષે અત્યાર સુધી સોનામાં ભાવ 8810 રૂપિયા વધ્યા છે. 1 જાન્યુઆરી 2024ના રોજ જે સોનું 63352 રૂપિયામાં વેચાઈ રહ્યું હતું તે હવે 72162 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદી 73395 રૂપિયાથી વધીને 90590 રૂપિયા થઈ ગઈ છે.

સોનાની કિંમતમાં સતત વધારો નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી શકે છે. એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર એક વર્ષમાં સોનું અને ચાંદી 85 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. જ્યારે ચાંદી 1 લાખ રૂપિયા પ્રતિ કિલોને પાર કરી શકે છે.

કેવી રીતે જાણો સોનાની શુદ્ધતા

6/8
image

ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા જાણવા માટે હોલ માર્ક આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના આભૂષણ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે.

મોટાભાગે સોનું 22 કેરેટમાં વેચાય છે, તો બીજી તરફ લોકો 18 કેરેટનો ઉપયોગ પણ કરે છે. કેરેટ 24 થી વધુ હોતા નથી, અને જેટલા વધુ કેરેટ હશે, સોનું એટલું જ શુદ્ધ કહેવાય છે.   

જાણો 22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે?

7/8
image

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે.

જ્યારે 24 કેરેટ સોનું શાનદાર હોય છે, તેના દાગીના બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

મિસ્ડ કોલથી જાણો કિંમત

8/8
image

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.