Sidharth Kiara Sangeet Ceremony: કિયારા-સિદ્ધાર્થની સંગીત સેરેમનીના ફોટો Leaked, સૂર્યગઢ પેલેસ ગુલાબી રોશનીથી શણગારવામાં આવ્યો

Sidharth Kiara Wedding: બોલીવુડના વધુ એક લવ બર્ડ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્નના બંધનમાં બંધાવાના છે. આ બંને સિતારાની સંગીત સેરેમની શરૂ થઈ ગઈ છે. જેની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં સૂર્યગઢ પેલેસ પિંક કલરની લાઇટથી જગમગી રહ્યો છે. તો સિક્ટોરિટીની પણ ખુબ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ બહારથી પણ ફોટો ન લઈ શકે તે માટે સૂર્યગઢ પેલેસના ગેટને કાળા કપડાથી કવર કરવામાં આવ્યો છે. જુઓ સૂર્યગઢ પેલેસની બહારની તસવીરો..

પિંક સાઇટથી ચમકી ઉઠ્યો પેલેસ

1/5
image

સૌથી પહેલા જુઓ આ તસવીરને. તેમાં સૂર્યગઢ પેલેસ રાતના અંધારામાં પિંક કલરની રોશનીથી જગમચી રહ્યો છે. તો પેલેસની બહાર ગીતના અવાજો સંભળાઈ રહ્યાં છે.

 

 

કાળા કપડાથી ગેટ ઢાંકવામાં આવ્યો

2/5
image

આ તસવીરને જુઓ. આ સૂર્યગઢ પેલેસના ગેટનો છે. જેમાં ફ્રંટ સાઇટથી ગેટને કાળા કપડાથી કવર કરવામાં આવ્યો છે. આ સાથે સિક્યોરિટી કોઈને ગેટની નજીક પણ જવા દેતા નથી. 

 

 

3/5
image

પેલેસના દરેક ગેટ પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા છે. દરેક ગેટને કપડાથી ઢાંકી સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. કોઈને અંદર જવાની મંજૂરી નથી. 

 

 

નો ફોન પોલિસી

4/5
image

રિપોર્ટ પ્રમાણે કિયારા અને સિદ્ધાર્થે પણ વિક્કી કૌશલ અને કેટરીના કેફની જેમ નો ફોન પોલિસી અપનાવી છે. એટલે કે કોઈ ગેસ્ટને સાથે ફોન રાખવાની મંજૂરી હશે નહીં. સાથે કોઈ ફોટો ક્લિક કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકશે નહીં.

 

 

ટાઇટ છે સિક્યોરિટી

5/5
image

પેલેસમાં બોલીવુડના દિગ્ગજ સિતારાઓ સિવાય અંબાણી પરિવારની પુત્રી ઈશા અંબાણી પર હાજર છે. તેવામાં પેલેસની સિક્યોરિટી વધુ કડક છે.