આ છે વિશ્વની 5 શ્રેષ્ઠ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મો; એકવાર શરૂ કરી તો અંત સુધી ટીવી સામે ચોંટી જશો
Best Thriller Movie of All Time: જો તમને પણ ફિલ્મો જોવાનો શોખ છે અને તમને સસ્પેન્સ-થ્રિલર જોનર પસંદ છે તો અમે તમારા માટે ખાસ ફિલ્મોનું લિસ્ટ લાવ્યા છીએ. એવી ફિલ્મો જે દુનિયાથી લઈને દેશમાં સૌથી વધુ ફેમસ છે. એટલું સસ્પેન્સ અને થ્રિલર મળશે કે તમે એક મિનિટ માટે પણ વીડિયો પોઝ નહીં કરી શકો.
નંબર વન સસ્પેન્સ થ્રિલર ફિલ્મ કઈ છે
થ્રિલર અને સસ્પેન્સ ફિલ્મનો શોખ મોટા ભાગના લોકોને હોઈ છે. જો તમને પણ આવી ફિલ્મો જોવાનો શોખ છે તો અમે તમને વિશ્વના પાંચ બેસ્ટ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ વિશે જણાવી રહ્યાં છીએ. તમે એકવાર આ જોવાનું શરૂ કરશો તો પૂરી થાય ત્યાં સુધી ઉભા થશો નહીં.
શટર આઈલેન્ડ- જિયો સિનેમા
શટર આઈલેન્ડ- વર્લ્ડ ફેમસ એક્ટર લિયોનાર્ડો ડિકૈપ્રિયોની ફિલ્મ છે, જે વર્ષ 22010માં આવી હતી. કહાની અમેરિકી માર્શલ ડેટી ડેનિયલ અને ચક ઔલેની આસપાસ ફરે છે. જો તમે આ ફિલ્મ જોવા ઈચ્છો છો તો જિયો સિનેમા પર જોઈ શકો છો. તે હિન્દી અને અંગ્રેજી બંનેમાં ઉપલબ્ધ છે.
ઘૂલ-નેટફ્લિક્સ
આ એક વેબ સિરીઝ છે જેમાં રાધિકા આપ્ટે લીડ રોલમાં છે. કહાની એવી છે કે તમારૂ માથુ ફરી જશે. તમે ચોકી જશો અને મન બેચેન થઈ જશે. નેટફ્લિક્સ પર રહેલી આ સિરીઝ તમારે એકવાર જરૂર જોવી જોઈએ.
ગોન ગર્લ- પ્રાઇમ વીડિયો
ગોન ગર્લ ફિલ્મ ખુબ ફેમસ છે. જે બોક્સ ઓફિસ પર પણ શાનદાર બિઝનેસ કરવામાં સફળ રહી છે. આ ફિલ્મ 10 ઓક્ટોબર 2014ના રિલીઝ થઈ હતી, જ્યાં નિક અને એમીની કહાની દેખાડવામાં આવી છે. કઈ રીતે એક દિવસ એમી લગ્નની એનિવર્સરીના દિવસે ગાયબ થઈ જાય છે. આ ફિલ્મને તમે પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.
ઇરૂલ- નેટફ્લિક્સ
પુષ્પા ફેમ એક્ટર ફહાદ ફાઝિલની ફિલ્મ ઇરૂલ નેટફ્લિક્સ પર હાજર છે. કહાની છે એલેક્સ અને અર્ચનાની. એક દિવસ રસ્તામાં તેની કાર ખરાબ થઈ જાય છે. તે પાસેના એક ઘરમાં જાય છે, જ્યાં તેને રહેવાની જગ્યા મળી જાય છે. પરંતુ કહાનીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે ઘરનો માલિક તેની સાથે ખરાબ વર્તન કરે છે. અહીં એવા ટ્વિસ્ટ જોવા મળશે જેને જોઈ તમારા રૂવાંટા ઉભા થઈ જશે.
ધ ગિલ્ટી
ધ ગિલ્ટી પણ આ લિસ્ટમાં સામેલ છે, જે એક અમેરિકી ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે. તેનું દિગ્દર્શન એન્ટોઈન ફુક્વા દ્વારા કરવામાં આવ્યું છે. આ ડેનિશ ફિલ્મની રીમેક છે. જેને તમે નેટફ્લિક્સ પર જોઈ શકો છો.
Trending Photos