Shukra Gochar 2025: 18 દિવસ પછી આ 5 રાશિઓનું ભાગ્ય બદલાશે, ધન-વૈભવનો સ્વામી શુક્ર 31 દિવસ કરશે માલામાલ

Shukra Gochar 2025 Date: વર્ષ 2024 હવે પુરુ થવાના આરે છે. પરંતુ વિદાય કરતી વખતે ધન અને સમૃદ્ધિનો સ્વામી શુક્ર જાતકો પર તેમની કૃપા વરસાવશે. તેઓ આ મહિનાના અંતમાં ગોચર કરવા જઈ રહ્યા છે.

વર્ષનું છેલ્લુ શુક્ર ગોચર

1/6
image

જ્યોતિ શાસ્ત્રી અનુસાર રાક્ષસોના ગુરુ તરીકે ઓળખાતો શુક્ર 28 ડિસેમ્બરે રાત્રે 11.48 કલાકે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તેઓ 28મી જાન્યુઆરી સુધી આ રાશિમાં રહેશે. આ સમયગાળા દરમિયાન 31 દિવસ સુધી તેઓ 5 રાશિઓને ખૂબ માલામાલ કરી દેશે.

કુંભ રાશિ

2/6
image

આ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ખૂબ જ ફાયદાકારક રહેશે. નવા વર્ષમાં તમારી આવકના સ્ત્રોત વધવા લાગશે, જેના કારણે તમે દેવામાંથી મુક્તિ મેળવશો. નોકરી અને વ્યવસાયમાં તમે પ્રગતિની ઊંચાઈઓને સ્પર્શ કરશો. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

તુલા રાશિ

3/6
image

શુક્ર ગોચરના કારણે નવા વર્ષમાં માં લક્ષ્મી તમારા પર કૃપા વરસવા જઈ રહી છે. તમે જે પણ કાર્ય શરૂ કરો છો, તેમાં સફળતાની મળવાનો યોગ છે. નોકરીમાં તમારા કામથી બોસ ખુશ રહેશે. તેઓ તમને નવી જવાબદારીઓ આપી શકે છે. પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો.

મેષ રાશિ

4/6
image

તમારા ઘરમાં શુક્રના ગોચરને કારણે નવા વર્ષમાં માંગલિક કે શુભ કાર્ય થવાની સંભાવના છે. તમારા પરિવારના કોઈ એવા વ્યક્તિ પાસે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે જે હજુ સુધી અવિવાહિત છે. જૂના રોકાણથી અચાનક ધનલાભ થઈ શકે છે.

મકર રાશિ

5/6
image

પાર્ટનરશીપમાં વ્યાપાર કરનારા લોકો પર શુક્રનો ખૂબ જ આશીર્વાદ રહેશે. તમારી આવક અનેક ગણી વધી શકે છે. જેની મદદથી તમે નવો પ્લોટ કે કાર ખરીદી શકો છો. સાસરિયાંમાં જે લોકોની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેમની સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે.

વૃષભ રાશિ

6/6
image

આ ગોચરની અસરથી તમને જૂની સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. કોર્ટમાં પેન્ડિંગ કેસ તમારા પક્ષમાં ઉકેલાઈ શકે છે. વિદેશ જવાનું સપનું પૂરું કરવાનો સમય આવી ગયો છે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોની ઈચ્છા પૂરી થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)