Shilpa Shetty ની સાડી પરથી નહીં હટે તમારી પણ નજર, ઝૂમ કરીને જોશો તો ખબર પડશે શું છે ખાસ

Shilpa Shetty: શિલ્પા શેટ્ટી થોડા દિવસો પહેલાં વેબ સીરિઝ 'ઈન્ડિયન પોલીસ ફોર્સ' ના કારણે ચર્ચામાં હતી. હંમેશા પોતાની ફિટનેસ અને સુંદરતાના કારણે ચર્ચામાં રહેતી શિલ્પા શેટ્ટીની કેટલીક ખાસ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે. આ તસવીરો વાયરલ થવાનું કારણ પણ ખાસ છે. આ તસવીરોમાં શિલ્પાએ જે સાડી પહેરી છે તેના કારણે તે ચર્ચામાં આવી છે. 

શિલ્પા શેટ્ટી 

1/5
image

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી શિલ્પા શેટ્ટીની આ તસવીરોમાં શિલ્પા ગ્રીન કલરની સાડીમાં જોવા મળે છે. આ લુકમાં પણ શિલ્પા સુંદર તો દેખાય જ છે. પરંતુ આ લુકમાં તેની સુંદરતા કરતાં વધારે ખાસ પ્રિન્ટની સાડીની ચર્ચા થઈ રહી છે. 

સુંદર પ્રિન્ટ

2/5
image

શિલ્પા શેટ્ટીની જે તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં અભિનેત્રીની સાડી પર સુંદર પ્રિન્ટ જોઈ શકાય છે, જેમાં હાથી, ઘોડા અને ડોલી છપાયેલી છે.  અભિનેત્રી ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપ લુકમાં જોવા મળે છે. આ સાડી કોઈપણ ફંક્શનમાં સરળતાથી કેરી કરી શકાય તેવી છે.

ચેમ્પિયન્સ ઓફ ચેન્જ મહારાષ્ટ્ર

3/5
image

વાયરલ થઈ રહેલી આ તસવીરો ચેમ્પિયન્સ ઓફ ચેન્જ મહારાષ્ટ્ર કાર્યક્રમની છે. જેમાં શિલ્પા શેટ્ટીને પણ સન્માનિત કરવામાં આવી છે. અહીં બોલિવૂડના અન્ય મોટા સ્ટાર્સ પણ પહોંચ્યા હતા.  

મનોજ બાજપેયી 

4/5
image

કાર્યક્રમમાં શિલ્પા શેટ્ટી સાથે ઈન્ડસ્ટ્રીના જાણીતા અને પીઢ અભિનેતા મનોજ બાજપેયી પણ જોવા મળે છે. આ બંનેની તસવીરો વાયરલ થઈ રહી છે. 

મનોજ બાજપેયીને પણ મળ્યું સન્માન

5/5
image

મનોજ બાજપેયીને ચેમ્પિયન્સ ઓફ ચેન્જ મહારાષ્ટ્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.