Shikhar Dhawan ની જેમ આ ક્રિકેટરોએ પણ છૂટાછેડા લીધેલી મહિલાઓ સાથે કર્યા લગ્ન, જુઓ આ યાદીમાં કોણ છે

નવી દિલ્લીઃ કોઈ વ્યક્તિએ સાચું જ કહ્યું છે કે જ્યારે કોઈ પ્રેમમાં હોય છે, ત્યારે દુનિયાની તમામ મર્યાદાઓ ઓળંગી જાય છે. દુનિયામાં કોઈને પણ તેના પાર્ટનર સિવાય કોઈ ગમતું નથી. પ્રેમ વય કે સ્થિતિ જોતો નથી. જો કે, જ્યારે આવા સંબંધો તૂટી જાય છે, ત્યારે લોકો ખૂબ જ દુ:ખી થાય છે. ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને તેની પત્ની આયેશા મુખર્જી સાથે છૂટાછેડા લીધા છે. આયેશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી આ માહિતી આપી છે. ધવને (Shikhar Dhawan)અને આયેશાએ 2009માં સગાઇ કરી હતી. તેના ત્રણ વર્ષ પછી લગ્નનાં બંધનમાં બંધાયા હતા. આયેશાના પોતાના પ્રથમ પતિ સાથે પણ છૂટાછેડા થયા હતા. જેનાથી બે પુત્રીઓ છે.

શિખર ધવન

1/5
image

ભારતીય ક્રિકેટ ટીમના મજબૂત ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને 2012 માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. આયશાએ તેના પહેલા લગ્ન બાદ છૂટાછેડા લીધા હતા. તેણીને તેના પહેલા પતિથી બે પુત્રીઓ પણ છે. આયેશા પણ શિખર કરતા 10 વર્ષ મોટી છે. પરંતુ આ પછી પણ, બંને એકબીજા સાથે ખુશીથી જીવી રહ્યા હતા. આયેશા મુખર્જીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની છૂટા છેડા અંગેની માહિતી આપી છે. અત્યાર સુધી શિખર ધવન તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.

મુરલી વિજય

2/5
image

 

ભારતીય ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયે નિકિતા વણઝારા સાથે લગ્ન કર્યા. નિકિતા ટીમ ઇન્ડિયાના ખેલાડી દિનેશ કાર્તિકની પ્રથમ પત્ની હતી, નિકિતાએ કાર્તિક સાથે છૂટાછેડા લીધા અને વિજય સાથે લગ્ન કર્યા. ઘણી વખત લોકો આ માટે આ બે ખેલાડીઓની મજાક પણ ઉડાવે છે.

મોહમ્મદ શમી

3/5
image

ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમીનું નામ પણ આ યાદીમાં આવે છે. શમીએ 2014 માં હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. જો કે, હવે આ બંને એકબીજાથી અલગ રહે છે. હસીને તેના પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા હતા.

અનિલ કુંબલે

4/5
image

અનુભવી ભારતીય લેગ સ્પિન બોલર અનિલ કુંબલેની પત્નીએ પણ તેના પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા હતા. ચેતના નામની આ મહિલા સાથે, કુંબલેએ 1999 માં લગ્ન કર્યા. હવે આ દંપતી લાંબા સમય સુધી એકબીજા સાથે ખુશીથી જીવે છે.

વેંકટેશ પ્રસાદ

5/5
image

 

ભૂતપૂર્વ ઝડપી બોલર વેંકટેશ પ્રસાદે પણ છૂટાછેડા લીધેલી મહિલા સાથે લગ્ન કર્યા હતા. 1996 વેંકટેશ પ્રસાદે જયંતી નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા, તમને જણાવી દઈએ કે આ બંનેની મુલાકાત અનિલ કુંબલેએ  કરાવી હતી.