2025માં ચાંદીના પાયે ચાલી આ 3 રાશિવાળાને રાજા જેવું સુખ આપશે શનિદેવ, ધડાધડ પૂરા થશે કામ, સફળતા કદમ ચૂમશે!

ગણતરીના કલાકો બાદ નવું વર્ષ 2025 શરૂ થશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવું વર્ષ શરૂ થશે ત્યારબાદ શનિદેવ ચાંદીના પાયે જશે. એટલે કે વર્ષ 2025મા શનિદેવ રાશિ બદલીને કુંભમાંથી મીન રાશિમાં જશે ત્યારે આ સાથે કેટલીક રાશિઓમાં તેઓ ચાંદીના પાયે ગોચર કરશે. શનિદેવનું આ મહાગોચર 29 માર્ચ 2025ના રોજ થશે. 
 

શનિગોચર 2025

1/7
image

હિન્દુ ધર્મ ગ્રંથોમાં શનિદેવને કર્મફળના દાતા અને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવ સૌથી ધીમી ગતિથી ચાલે છે. શનિદેવ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. ત્યારબાદ તેઓ રાશિ પરિવર્તન કરે છે. શનિદેવ વર્ષ 2025માં રાશિ બદલશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવ 29 માર્ચના રોજ રાતે 11.01 વાગે કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિદેવ મીન રાશિમાં 2, 5, 8 માં ભાવમાં ચાંદીના પાયા સાથે ગોચર કરશે. 

શનિ દેવના પાયાનું પણ ખુબ મહત્વ

2/7
image

જ્યોતિષ શાસ્ત્રમાં શનિના 4 પાયા વિશે જણાવવામાં આવ્યું છે. જેનું પોત પોતાનું મહત્વ છે. શનિના પાયામાં સોનોનો પાયો, ચાંદીનો પાયો, તાંબાનો પાયો અને લોઢાનો પાયો એમ 4 પાયા છે. કુંડળીમાં 1, 6, અને 22માં ભાવે શનિ ગોચર કરે તો તેને સોનાનો પાયો કહે છે. જે શુભ કહેવાય છે. જ્યારે કુંડળીમાં 2, 5, અને 9મો ભાવ હોય તો તે ચાંદીનો પાયો કહેવાય છે. જેને જ્યોતિષમાં ખુબ શુભ માનવામાં આવે છે. જ્યારે શનિ 3, 7, 10માં ભાવે હોય તો આ સ્થિતિને તાંબાનો પાયો કહેવાય છે. આ સ્થિતિ વ્યક્તિને મિક્સ ફળ આપે છે. વ્યક્તિ જેટલી મહેનત કરે એટલું તેને ફળ મળે છે. જ્યારે કુંડળીના 4, 8, 12માં ભાવમાં શનિ બિરાજમાન હોય તો તેને લોઢાનો પાયો કહે છે. આવા વ્યક્તિ ખુબ જ પરિશ્રમી હોય છે. લોઢાનો પાયો જે લોકોની કુંડળીમાં હોય તેમણે નિયમ અને અનુશાસનથી જીવવું જોઈએ તો તેમને કષ્ટનો સામનો ઓછો કરવો પડે છે. આવી વ્યક્તિએ ખુબ મહેનત કરવી જોઈએ. આળસ બિલકુલ ન કરવી જોઈએ. 

ચાંદીના પાયે ગોચર ખુબ શુભ

3/7
image

જ્યારે કુંડળીમાં 2, 5, અને 9મો ભાવ હોય તો તે ચાંદીનો પાયો કહેવાય છે. જેને જ્યોતિષમાં ખુબ શુભ માનવામાં આવે છે. ચાંદીના પાયે શનિના ગોચરથી જાતકોના ઘરમાં ખુશીઓનું આગમન થશે. તમામ અટકેલા કાર્યો પૂરા થઈ શકે અને બિઝનેસમાં સફળતા તથા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. ચાંદીના પાયે હોવાથી આવા લોકોને ઓછા સંઘર્ષનો સામનો કરવો પડે છે. ઓછા સમયમાં વધુ સફળતા મેળવે છે. જાણો હવે આ ચાંદીના પાયે ગોચર કોને ફળદાયી રહી શકે?

કુંભ રાશિ

4/7
image

વર્ષ 2025માં શનિદેવ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે. શનિદેવ મીન રાશિમાં જઈને કુંભ રાશિના બીજા ભાવમાં રહેશે. શનિદેવનું આ ગોચર કુંભ રાશિને લાભદાયી નીવડશે. આ દરમિયાન કુંભ રાશિવાળાના ઘરે ખુશીઓનું આગમન થશે. અટકેલા કામો પાર પડવાના યોગ બનશે. ધનલાભ પણ થશે. બધુ મળીને શનિદેવ કુંભ રાશિવાળાની ઝોળી વર્ષ 2025માં ખુશીઓથી ભરી દેશે. 

વૃશ્ચિક રાશિ

5/7
image

વર્ષ 2025 વૃશ્ચિક રાશિવાળાને શાનદાર પરિણામો આપશે. આ વર્ષે માર્ચ મહિના બાદ વૃશ્ચિક રાશિવાળાની ઢૈય્યા પૂરી થશે. વર્ષ 2025માં શનિદેવનું વૃશ્ચિક રાશિના 5માં ભાવમાં ગોચર થશે. તેઓ ચાંદીનો પાયો ધારણ કરીને વૃશ્ચિક રાશિના પાંચમા ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન આ રાશિવાળા ખુબ સફળતા મેળવે તેવા યોગ છે. જોબ માટે સમય સારો રહેશે. વર્ષ 2025માં વૃશ્ચિક રાશિવાળાનું માન સન્માન વધશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. 

કર્ક રાશિ

6/7
image

શનિદેવના ગોચરથી કર્ક રાશિવાળાને પણ ખુબ લાભ થઈ શકે છે. શનિદેવનો કર્ક રાશિના 9માં ભાવમાં પ્રવેશ થશે. આ દરમિયાન કર્ક રાશિવાળા ઉપર પણ ઢૈય્યા પૂરી થશે. લાંબા  સમયથી ચાલી રહેલી પરેશાનીઓ દૂર થશે. મહેનતનું ફળ મળશે. કાર્યસ્થળ પર વાહ વાહ થશે. કર્ક રાશિનાળાને દરેક કામમાં સફળતા મળશે. કારોબારમાં પણ ખુબ લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.   

Disclaimer:

7/7
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.