Honey Singh ના પિતાએ પુત્રવધુ સાથે 'ગંદી હરકત' કરી હતી? શાલિની કપડાં બદલી રહી હતી ત્યારે રૂમમાં ઘૂસ્યા હતા?

શાલિનીએ પોતાના કેસમાં હની સિંહ પાસે 10 કરોડનું વળતર માંગ્યુ છે. 

લોકપ્રિય પંજાબી સિંગર અને રેપર હની સિંહ વિરુદ્ધ તેની પત્ની શાલિની તલવારે  Protection of Women from Domestic Violence Act હેઠળ કેસ દાખલ કર્યો છે. શાલિનીએ હની સિંહ પર ઘરેલુ હિંસા, મારપીટ, યૌન હિંસા અને આ પ્રકારના તમામ ગંભીર આરોપ લગાવ્યા છે.  શાલિનીએ પોતાની અરજીમાં કહ્યું છે કે હની સિંહ તેની સાથે કોઈ 'ફાર્મ એનીમલ' ની જેમ વર્તન કરતો હતો અને તેની સાથે ખુબ જ ક્રુરતાપૂર્વક વ્યવહાર થતો હતો. શાલિનીએ પોતાના કેસમાં હની સિંહ પાસે 10 કરોડનું વળતર માંગ્યુ છે. 

મહિને 5 લાખ રૂપિયા આપવાની માંગણી

1/6
image

હની સિંહની પત્ની શાલિનીએ  કોર્ટમાં અપીલ કરી છે કે તેઓ હની સિંહને દર મહિને તેને પાંચ લાખ રૂપિયા આપવાનો આદેશ આપે જેથી કરીને તે દિલ્હીમાં એક ફૂલ્લી ફર્નિશ્ડ ઘરમાં આરામથી રહી શકે અને તેણે પોતાની વિધવા માતા પર નિર્ભર રહેવું પડે નહીં. 

10 વર્ષથી ટોર્ચર કરતો હતો હની સિંહ?

2/6
image

પોતાની અરજીમાં શાલિનીએ જણાવ્યું કે કઈ રીતે છેલ્લા 10 વર્ષથી હની સિંહ તેને શારીરિક રીતે સતામણી કરતો હતો. તેણે કહ્યું કે કઈ રીતે છેલ્લા કેટલાક વર્ષોથી તેના પર અત્યાચાર થઈ રહ્યા છે તેના તેની પાસે પુરાવા છે. 

સસરાએ છાતી પર હાથ ફેરવ્યો હતો?

3/6
image

શાલિનીએ ફક્ત હની સિંહ જ નહીં પરંતુ તેના પિતા ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. શાલિનીએ કહ્યું કે એકવાર તેના સસરા નશાની હાલતમાં તેના રૂમમાં ઘૂસી ગયા હતા. શાલિનીએ જણાવ્યું કે ત્યારે તે કપડાં બદલતી હતી અને તેના સસરાએ તેની છાતી પર હાથ ફેરવ્યો. 

કેઝ્યુઅલ સેક્સનો શોખીન છે હની સિંહ?

4/6
image

શાલિનીએ પતિ હની સિંહ પર દગાનો પણ આરોપ લગાવ્યો છે. તેણે અરજીમાં કહ્યું કે હની સિંહ અનેક મહિલાઓ સાથે કેઝ્યુઅલ સેક્સ કરતો હતો અને પોતાની વેડિંગ રિંગ પણ પહેરતો નહતો. એટલું જ નહીં જ્યારે શાલિની તેમના લગ્નની તસવીરો ઓનલાઈન શેર કરતી તો હની સિંહ તેને ખુબ નિર્દયતાથી મારતો હતો. 

હની સિંહ સાથે થયા હતા લવમેરેજ

5/6
image

અત્રે જણાવવાનું કે હની સિંહ અને શાલિની તલવારના લવ મેરેજ થયા હતા. લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ 23 જાન્યુઆરી 2011માં બંને લગ્નના તાંતણે બંધાયા હતા. પરંતુ કોણે વિચાર્યું હતું કે તેમની વચ્ચે ચાલી રહેલા આ ખુબસુરત સંબંધનો આ રીતે અંત આવશે. 

હની સિંહ મોટી મુશ્કેલીમાં!

6/6
image

હની સિંહ હવે આ મામલે મોટી મુશ્કેલીમાં મૂકાતો જોવા મળી રહ્યો છે. માત્ર કરિયરની રીતે જ નહીં પરંતુ તેની જે આટલા વર્ષોથી ઈમેજ બની હતી તે પણ ખરડાવવાની ભીતિ છે. હવે આ મામલે કોર્ટ શું ચુકાદો આપે છે તેનો ફેન્સને ઈન્તેજાર રહેશે.