પુરુષોને બોડીમાં આ લક્ષણો દેખાય તો, તુરંત જ ડોકટરનો સંપર્ક કરો, નહીં તો રોવાનો વારો આવશે

હિટ એન્ડ ફીટ રહેવા માટે અઠવાડિયા બેથી ત્રણ વખત સેક્સ કરવું જરૂરી છે. સેક્સએ જીવનનો ભાગ પણ છે.પરંતુ આજના યુવાનો નાની જ ઉંમરમાં પોતાની સેક્સ લાઈફ ગુમાવી દે છે.પુરુષોના જાતીય સ્વાસ્થ્યની તપાસ કરનારા એંડ્રોલોજિસ્ટ્સ કહે છે કે સ્ત્રીઓની જેમ જ પુરુષો પોતાની સેક્સ્યુલ સમસ્યાઓ કહેવામાં ખચકાટ અનુભવે છે...સમસ્યાનું સમાધાન ન થાય તો મુશ્કેલી પણ વધી શકે છે.

તન અને મનને મળે છે સંતોષ

1/5
image

એંન્ડ્રોલોજિસ્ટ્સના કહેવા અનુસાર, આપણી સેક્સ લાઇફનો સીધો સંબંધ આપણા સામાન્ય જીવન સાથે છે. જો આપણે લૈંગિક રૂપે નિયમિત રીતે સક્રિય હોઈએ છીએ, તો તે આપણા શરીર અને મન બંનેને સંતોષ આપે છે. આ સાથે, મનમાં જીવન તરફ હકારાત્મક વિચારો અને સખત મહેનત કરવાની પ્રેરણા મળે છે.ડોક્ટરો કહે છે કે સેક્સ સાથે જોડાયેલી આવી ઘણી સમસ્યાઓ છે, જેને આપણે ક્યારેય અવગણવી ન જોઈએ.

ઓછી હોર્મોન્સને લીધે સેક્સ ડ્રાઇવમાં ઘટાડો

2/5
image

ઘણા લોકોની સમય સાથે જાતીય ઇચ્છા ઓછી થવાની શરૂઆત થાય છે. તેનો અર્થ એ કે તમારી સેક્સ માટેની ઇચ્છા ઓછી થઈ છે. આ તમારા જીવન પ્રત્યેના દૃષ્ટિકોણને અસર કરે છે અને તમે ધીરે ધીરે નિરાશાવાદી થશો. ડોકટરોના મતે, આ સમસ્યા પુરુષ હોર્મોન 'ટેસ્ટોસ્ટેરોન' ના સ્તરમાં ઘટાડો સાથે સંબંધિત છે. આ હોર્મોનને લીધે, આપણી સેક્સ ડ્રાઇવ, શુક્રાણુઓનું ઉત્પાદન, સ્નાયુઓ, વાળ અને હાડકાં બને છે.

ટેસ્ટોસ્ટેરોન' નું સ્તર ઓછું થાય છે

3/5
image

ડોકટરો કહે છે કે 'ટેસ્ટોસ્ટેરોન' ના નીચા સ્તરને કારણે પુરુષોમાં નબળાઈ આવે છે. તેમની સેક્સ માટેની ઇચ્છા ઓછી થવા લાગે છે. તે વ્યક્તિ, તણાવમાં ઘેરાયેલો રહે છે. આને કારણે, તેમના જીવનસાથીથી અંતર પણ વધે છે. જે પછી ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશર જેવા રોગો પણ ઘર કરી જાય છે. 

પ્રિ-મેચ્યોર ઈજેક્યુલેશન મોટી સમસ્યા

4/5
image

જો તમે લૈંગિક રીતે સક્રિય છો પણ સેક્સ કરતી વખતે જલ્દીથી ડિસ્ચાર્જ થઈ જાઓ છો તો તમને શીઘ્રપતનની સમસ્યા હોઈ શકે છે. આ સમસ્યાને કારણે, તમારો સાથી અસંતુષ્ટ રહે છે. જેના કારણે તમારા સંબંધોમાં અણબનાવ આવે છે. જો કે આ સમસ્યા કોઈ પણ વયના લોકોમાં થઈ શકે છે, પરંતુ યુવાનો ઘણીવાર તેનો ભોગ બને છે. આ સમસ્યાનું કારણ વધારે પડતી સેક્સની ઈચ્છા. ધૈર્ય સાથે સંબંધ બાંધવાથી આ સમસ્યાને દૂર કરી શકાય છે.

ઈરેકટાઈલ ડિસફંકશનને કેવી રીતે દૂર કરશો

5/5
image

પુરુષોમાં જોવા મળતી સામાન્ય તકલીફ એ ઇરેક્ટાઇલ ડિસફંક્શન પણ છે. આ સ્થિતિમાં, પુરુષો સેક્સની ઈચ્છા તો થાય છે પરંતુ તેમનો પ્રાઈવેટ પાર્ટ સેક્સ માટે તૈયાર થતો નથી. આ સમસ્યાનું કારણ એ છે કે કુટુંબમાં કોઈ વિવાદ, કોઈ બાબતમાં જીવનસાથી સાથેના સંબંધમાં અંતર, અન્ય કોઈ રોગની પીડા. ઘણી વખત કોઈ માણસ કોઈ ખાસ દિવસે સેક્સ કરવામાં અસમર્થ હોય છે, જેના કારણે તે પોતાની જાત પર શંકા કરવાનું શરૂ કરે છે. આને કારણે પણ ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા વધે છે.