તૈયાર રહેજો, ઠંડીનું તોફાન આવશે! વાવાઝોડાને કારણે ગુજરાત પર આવશે મોટી મુસીબત
Severe Coldwave Alert : સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં નલિયામાં સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ડીસામાં 14, વડોદરામાં 14.6 કંડલામાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું. આ ઉપરાંત અમદાવાદમાં 17.5, ગાંધીનગરમાં 17.8 ડિગ્રી, રાજકોટમાં 16.6 અને સુરતમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સમયમાં તાપમાનમાં એક થી બે ડિગ્રી ઘટાડાની શક્યતા છે.
વાવાઝોડાથી ગુજરાતમાં વધુ ઠંડી પડશે
પરેશ ગોસ્વામીએ ઠંડીની આગાહી કરતા કહ્યું કે, દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. શિયાળુ પાકનું વાવેતર કરી શકાય તે પ્રકારનું વાતાવરણ થઈ ગયો છે. હાડ થીજવી દે તેવી ઠંડી 25 નવેમ્બર સુધી આવે તેવી કોઈ સંભાવના જોવા મળતી નથી. 21 નવેમ્બર પછી દિવસનું તાપમાન હજુ નીચું આવશે. પરંતુ કોલ્ડ વેવની સંભાવના નથી. Search Book 25 નવેમ્બર સુધી આકાશમાં વાદળા જોવા મળે તેવી સંભાવના પણ હાલ નથી. આકાશ ચોખ્ખું રહેશે. 25થી 30 નવેમ્બર વચ્ચે અમુક વિસ્તારમાં વાદળા જોવા મળે તેવી સંભાવના છે. પવનની વાત કરીએ તો હાલ ઉત્તર પૂર્વના પવનો છે. સૂકા ભૂરના પવન માટે હજુ 10 દિવસ રાહ જોવી પડશે. પવનની સ્પિડ નોર્મલ હતી તેમા સામાન્ય વધારો જોવા મળશે. દિવસે ગરમી-ઉકળાટથી રાહત મળશે. દિવસમાં ઠંડી જોઇએ તેવી અનુભવાશે નહીં. ઝાકળ વર્ષા કે ધુમ્મસની હાલ કોઈ સંભાવના નથી. તાપમાન ઘટશે અને પવનની ઝડપ થોડી વધશે તેવી સંભાવના નથી.
માઉન્ટમાં માઇનસ ૩ ડિગ્રી તાપમાનથી બરફ છવાયો
રાજસ્થાનના એકમાત્ર હીલ સ્ટેશન માઉન્ટ આબુના એકાએક પારો ગગડતા માઉન્ટ આબુમાં માયનસ એક અને અરવલ્લીની ગિરિકન્દ્રાનું સૌથી ઊંચી ચોટી પર આવેલા ગુરૂશિખરમા માઈનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાતા બરફના પડો છવાયેલો રહ્યો છે. પર્યટક સ્થળે એકાએક ગગડેલા તાપમાનથી ઠંડુગાર વાતાવરણ છવાતા સહેલાણીઓની સંખ્યામાં વધારો થયો હતો.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 19 નવેમ્બરથી સૂર્ય પ્રચંડ વાયુ વાહક નાડીમાં આવતા બંગાળના ઉપસગારમાં ભારે ચક્રવાતની સંભાવના છે. 25 થી 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. આ વચ્ચે હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, મોટાભાગના જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 17.5 નોંધાયું છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં એક ડિગ્રી તાપમાન ઘટ્યું છે. નલિયામાં સૌથી ઓછી 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 17.8 તાપમાન નોંધાયું છે. આગામી સમયમાં 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટતા ઠંડીનો અનુભવ થશે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવનની દિશા છે.
Trending Photos