Photosમાં જુઓ કેવી રીતે શરૂ થયો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અનાવરણ કાર્યક્રમ
સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મજયંતી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટેલની વિરાટ પ્રતિમાને સમર્પિત કરશે. સરદાર પટેલની આ મૂર્તિ દુનિયામાં સૌથી ઊંચી છે. નર્મદા કાંઠે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલ તેમની 182 મીટર ઊંચી વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આજે અનાવરણ કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને આજે વિશ્વને સમર્પિત કરશે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બે ગણી ઊંચી આ પ્રતિમા નર્મદા જિલ્લામાં સાધુ બેટ પર બનાવાઈ છે. પીએમ મોદી સવારે 9 વાગ્યે નર્મદા જિલ્લાના કેવડિયામાં આધુનિક ભારતના શિલ્પી, ભારત રત્ન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકર્પણ કરશે.
સરદાર પટેલની પ્રતિમા પાસે વોલ ઓફ યુનિટીનું પણ ઉદઘાટન કરવામાં આવશે. તે સમયે ત્રણ જેગુઆર ફાઈટર વિમાન નીચેથી ઉડાન ભરીને નીકળશે. વોલ ઓફ યુનિટીનું ઉદઙાટન કર્યા બાદ પીએમ મોદી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરશે. આજે સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતી પણ છે. આ દરમિયાન બે એમઆઈ-14 હેલિકોપ્ટરથી પ્રતિમા પર પુષ્પાંજલિ કરશે.
તમને જણાવી દઈએ કે, આ પ્રતિમાનો અનાવરણનો પ્રસંગે ગણતંત્ર દિવસના સમારોહની સાથે લોકો સરખાવી રહ્યાં છે.
આ પ્રતિમાને દેશને સમર્પિત કરતા પહેલા પીએમ મોદીએ આ સંબંધે એક ટ્વિટ પણ કરી હતી. તેમણે લખ્યું હતું કે, સરદાર પટેલની જન્મજયંતીના પ્રસંગે, સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. નર્મદા તટ પર સ્થિત આ પ્રતિમા મહાન સરદાર પેટલને સાચી શ્રદ્ધાંજલિ છે.
આ પ્રસંગે ગુજરાત પોલીસ, સશસ્ત્ર અને અર્ધસૈનિક દળોના મોટા સાંસ્કૃતિક અને સંગીત કાર્યક્રમોની પ્રસ્તુતિ કરશે. આ પ્રસંગે 29 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના કલાકારો નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ કરશે. આ દરમિયાન અનેક આકર્ષણ હશે, જેમાં 17 કિલોમીટર લાંબી ફ્લાવર ઓફ વેલીનું અનાવરણ કરશે. પ્રતિમા પાસે બનાવાયેલી ટેન્ટ સિટી અને સરદાર પટેલના જીવન પર આધારિત મ્યૂઝિયમને ખુલ્લુ મૂકાશે. પ્રતિમાની અંદરે 135 મીટરની ઊંચાઈએ વ્યૂઈંગ ગેલેરીમાં જઈને મુસાફરો ડેમ તથા આસપાસના પર્વતીય વિસ્તારનો નજારો માણી શકશે.
Trending Photos