Shani Uday 2024: સાડાસાતી-પનોતીએ છીનવું લીધું સુખ-ચેન? શનિના ઉદય સાથે શરૂ કરી દો આ કામ
Saturn Rise 2024: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર કોઇપણ ગ્રહના ઉદય અને અસ્ત થતાં તેના શુભ અને અશુભ પ્રભાવ તમામ રાશિઓના જાતકોના જીવન પર પડે છે. શનિ માર્ચમાં ઉદય થવાનો છે. એવામાં સાડા સાતી અને પનોતીમાંથી પાસર થઇ રહેલા લોકોને અશુભ પ્રભાવોથી બચવા મઍટે શનિના ઉદય થતાં જ આ ઉપાયોની શરૂઆત કરવી પડશે.
શનિ ઉદયથી જ શરૂ કરો આ ઉપાય
જ્યોતિષ શાસ્ત્રમં શનિને ન્યાયના દેવતા અને કર્મ ફળદાતાના નામથી ઓળખવામાં આવે છે. શનિ કુંભ રાશિમાં અસ્ત ચાલી રહ્યો છે અને 18 માર્ચના રોજ કુંભમાં જ ઉદય થવા જઇ રહ્યો છે. એવામાં સાડા સાતી અને પનોતીમાંથી પસાર થઇ રહેલા લોકો અને શનિના અશુભ પ્રભાવોથી પરેશાન લોકોને શનિના ઉદય થતાં જ મોટી રાહત મળી શકે છે. એવામાં આ લોકોને શનિના ઉદય થતાં જ આ કામ કરવાથી શનિનો પ્રભાવ ઓછો થશે.
પીપળના ઝાડ પાસે કરો આ કામ
શનિના ઉદય પછી નિયમિત રીતે રાત્રે પીપળના ઝાડના મૂળમાં સરસવના તેલનો દીવો કરવો. તેનાથી શનિદેવ જલ્દી જ પ્રસન્ન થશે અને લોકોને શનિની અશુભ અસરથી મુક્તિ મળશે. એવું માનવામાં આવે છે કે પીપળના વૃક્ષની પૂજા અને જળ ચઢાવવાથી શનિદેવને પ્રસન્ન કરી શકાય છે.
શનિદેવના આ મંત્રોનો જાપ કરો
શનિદેવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે, સવારે સ્નાન કર્યા પછી શનિદેવના 108 નામનો જાપ પણ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. શનિના ઉદય થતાં જ શનિના મંત્ર "ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः" નો નિયમિત જાપ કરવાથી શનિ દેવની કૃપા પ્રાપ્ત થાય છે.
શનિદેવની પૂજા કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની અશુભ દૃષ્ટિ વ્યક્તિને સંપૂર્ણ રીતે બરબાદ કરી દે છે. એવામાં શનિદેવની ખરાબ નજરથી બચવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે શનિદેવની પૂજા કરો. આ તમારા સુતેલા ભાગ્યને જાગૃત કરશે.
કાળા કૂતરાને કંઇક ખાવાનું આપો
જ્યોતિષમાં કાળા કૂતરાને શનિનું વાહન કહેવામાં આવ્યું છે. એવામાં જો તમને શનિવારે કાળો કૂતરો દેખાય તો તેને કંઈક ખાવાનું આપો. આનાથી શનિ દોષથી રાહત મળે છે અને શનિદેવના શુભ પરિણામ મળે છે.
આ વસ્તુઓનું કરો દાન
શનિની સાડા સતી અને પનોતીના અશુભ પ્રભાવથી બચવા માટે આવતા શનિવારે શનિનો ઉદય થતાની સાથે જ શનિ સંબંધિત વસ્તુઓ જેમ કે કાળા કપડાં, કાળા તલ, કાળી છત્રી, કાળી અડદની દાળ, ગોળ, તેલ, ચંપલ વગેરેની ખરીદી કરો. કોઈપણ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ચપ્પલ વગેરે જેવી વસ્તુઓનું દાન કરો.
હનુમાન ચાલીસાનો પાઠ કરો
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિની કૃપા વરસે છે. શનિદેવના નિયમિત પાઠ કરવાથી શનિ દેવને અશુભ પ્રભાવો અને સાડા સાતીથી રાહત મળે છે. એટલું જ નહી, જરૂરિયાતમંદોને દાન કરવું, અસહાયોની મદદ કરવી, મહિલાઓનું સન્માન કરો અને સારા કર્મ કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos