Sara Ali Khan એ ભાઇ ઇબ્રાહિમ અલી ખાન સાથે કર્યા આવા યોગા, PHOTOS VIRAL

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) અને તેમના ભાઇ ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan)એ રવિવારે એકસાથે યોગા કર્યા. ઇબ્રાહિમએ ઇંસ્ટાગ્રામ પર યોગા પોઝ કરતાં ભાઇ-બહેનના ફોટા શેર કર્યા.

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) અને તેમના ભાઇ ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan)એ રવિવારે એકસાથે યોગા કર્યા. ઇબ્રાહિમએ ઇંસ્ટાગ્રામ પર યોગા પોઝ કરતાં ભાઇ-બહેનના ફોટા શેર કર્યા. આ પહેલાં પણ સારાએ ઘણીવાર યોગાના ફોટા શેર કર્યા છે. સારા અલી ખાન અને તેમના ભાઇ ઇબ્રાહિમ અલી ખાન મોટાભાગે એક સાથે યોગા કરતાં જોવા મળે છે. જુઓ તસવીરો... 

બંને એકસાથે બેસીની યોગા કરતાં જોવા મળ્યા

1/5
image

બંને યોગા મેટ પર બેસીને એક દિશામાં હાથ નીચે કરી રહ્યા છે, તો બીજી તરફ પાલતૂ કૂતરો તેમને જોઇ રહ્યો છે. 

ઇંસ્ટાગ્રામ પર શેર કરતાં કેપ્શનમાં લખ્યું 'સંડે યોગા'

2/5
image

આ તસવીરને ઇબ્રાહીમ અલીખાને પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરતાં કેપ્શનમાં લખ્યું 'સંડે યોગા'.

સોશિયલ મીડિયા પર સતત ફોટોઝ શેર કરે છે

3/5
image

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના બાળકો સોશિયલ મીડિયા પર પોતાના બાળપણથી માંડીને અત્યાર સુધીના ફોટા શેર કરીને પ્રશંસકોનું મનોરંજન કરતા રહે છે. 

સારાને છેલ્લે 'લવ આજ કલ'માં જોવા મળી

4/5
image

વર્ષ 2018માં બોલીવુડમાં ડેબ્યૂ કરનાર સારાને છેલ્લે અભિનેતા કાર્તિક આર્યન સાથે ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'લવ આજ કલ'માં મોટા પડદા પર જોવા મળી હતી. 

સારા ફિલ્મ 'કુલી નંબર 1'ના રીમેક જોવા મળશે

5/5
image

સારા હવે વરૂણ ધવનની સાથે વર્ષ 1995માં આવેલી ફિલ્મ 'કુલી નંબર 1'ની રિમેકમાં જોવા મળશે. તો બીજી તરફ 'અતરંગી'માં અક્ષય કુમાર અને ધનુષ સાથે પણ જોવા મળશે.