Valentine Week: આજે Rose Day, જાણો કયા રંગના ગુલાબમાં શું Massage છૂપાયેલો છે

આવો જાણીએ કે ગુલાબનો કયો રંગ કોના માટે છે અને તેમા કયો મેસેજ છૂપાયેલો છે. 

નવી દિલ્હી: વેલેન્ટાઈન વીકમાં પહેલો દિવસ રોઝ ડે  (Happy Rose Day 2021) હોય છે. હંમેશા પૂછવામાં આવતું હોય છે કે રોઝ ડે ક્યારે છે અને કયા રંગનું ગુલાબ કોને આપવું જોઈએ. આ એક દિવસ જે ગુલાબ આપવાના ઈશારાથી પ્રેમના ઉત્સવને દર્શાવે છે. પ્રેમના આ સપ્તાહના પહેલા દિવસે અપાતા તમામ રંગના ગુલાબમાં એક વિશેષ અર્થ  (Know What Message Is In The Rose Of Which Color)  છૂપાયેલો હોય છે. વેલેન્ટાઈન વીક 2021 (Valentine's Week 2021)ના અવસરે કપલ્સ આ દિવસ અને અઠવાડિયાને ખુબ યાદગાર બનાવવા માંગે છે તો આવો જાણીએ કે ગુલાબનો કયો રંગ કોના માટે છે અને તેમા કયો મેસેજ છૂપાયેલો છે. 

આજે રોઝ ડે

1/6
image

રોઝ ડે સાથે જ વેલેન્ટાઈ વીકની શરૂઆત થઈ ગઈ છે. પ્રેમનો આ સપ્તાહ 7 ફેબ્રુઆરીથી એટલે કે આજથી શરૂ થઈ ગયો છે. વેલેન્ટાઈન વીકમાં પહેલો દિવસ રોઝ ડે હોય છે. આવો જાણીએ કે આજના દિવસે કયા રંગના ગુલાબમાં કયો મેસેજ છૂપાયેલો છે. 

લાલ ગુલાબ

2/6
image

લાલ ગુલાબ (Red Rose) યુવાઓમાં ખુબ પ્રચલિત અને ફેવરિટ છે. તે પ્રેમનું પ્રતિક મનાય છે. લાલ ગુલાબનો ગાઢ લાલ રંગ પ્રેમના ઊંડાણને દર્શાવે છે. આ દિવસે યુવાઓ પોતાના મનપંસદ ગુલાબ આપીને પ્રેમનો ઈકરાર કરે છે. 

પીળું ગુલાબ

3/6
image

પીળું ગુલાબ (Yellow Rose) મિત્રતાનું પ્રતિક છે. જો તમે કોઈના ખુબ જ સારા મિત્ર છો અને તમારા મિત્રને ખુબ પ્રેમ કરો છો તો તેને પીળું ગુલાબ આપીને તેના પ્રત્યે તમારા પ્રેમ અને મિત્રતાને દર્શાવો. વાત જાણે એમ છે કે પીળો રંગ મિત્રતાના ઊંડાણને દર્શાવે છે. આથી આ દિવસે પીળું ગુલાબ તમારી મિત્રતાને વધુ મજબૂત બનાવશે. 

સફેદ ગુલાબ

4/6
image

લગ્નોમાં સૌથી વધુ સફેદ ગુલાબ (White Rose) નો ઉપયોગ થાય છે. સફેદ ગુલાબ પવિત્રતા અને શાંતિનું પ્રતિક ગણાય છે. જો તમે તમારા શુદ્ધ પ્રેમને વ્યક્ત કરવા માંગો છો તો સફેદ ગુલાબ આપીને તમારા નિર્મળ પ્રેમનો અહેસાસ કરાવી શકો છો. તમારા માતા, દાદી કે ઘરના સભ્યોને તમે આ દિવસે સફેદ ગુલાબ આપી શકો છો. 

ગુલાબી ગુલાબ

5/6
image

જો તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે જે તમને ખુબ પ્રેરણા આપે છે કે પછી તમે જેમની પ્રશંસા કરતા થાકતા નથી તો તેમને ગુલાબી રંગ (Pink Rose) નું ગુલાબ આપી શકો છો. જો કોઈ તમારા રોલ મોડલ હોય કે જેમને તમે ફોલો કરો છો તો તેમને પણ પિંક ગુલાબ આપીને તમે તમારું ડેડિકેશન બતાવી શકો છો. 

નારંગી ગુલાબ

6/6
image

આ રંગના ગુલાબ (Orange Rose) બજારમાં ખુબ ઓછા મળે છે. પરંતુ જો તમે તમારા પ્રેમના ઝનૂનને દર્શાવવા માંગતા હોવ અને સાથે સાથે એમ પણ બતાવવા માંગતા હોવ કે તમે તેમના માટે કૃતજ્ઞ છો, તો તમે તેમના નારંગ રંગનું ગુલાબ આપી શકો છો. આ રંગ ઝૂનૂનનું પ્રતિક ગણાય છે. આ રંગ શાસ્ત્રોમાં પણ ખુબ ખાસ ગણવામાં આવે છે.