પ્રથમવાર રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ, સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Weather Alert: ગુજરાતમાં ચોમાસાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી 31 ઓગસ્ટ સુધીની આગાહી જાહેર કરી દીધી છે. ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમે પણ જાણો 31 ઓગસ્ટ સુધી રાજ્યના કયાં-કયાં જિલ્લામાં વરસાદની આગાહી છે.
તમામ જિલ્લામાં એલર્ટ
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. સીઝનમાં પ્રથમવાર રાજ્યના 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે. આવતીકાલે મોટા ભાગના વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે. કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે રેડ એલર્ટ છે. મધ્યગુજરાતના ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે.
27 ઓગસ્ટે ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 27 ઓગસ્ટે ગુજરાતમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સિવાય અમદાવાદ, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, ગીર સોમનાથ અને અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.
28 ઓગસ્ટે આ જિલ્લામાં વરસાદની આગાહી
28 ઓગસ્ટની વાત કરવામાં આવે તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે મોરબી, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે.
29 ઓગસ્ટે આ જિલ્લામાં છે આગાહી
29 ઓગસ્ટે કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય કેટલીક જગ્યાઓમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, તાપી, નવસારી, વલસાદ, ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.
30 ઓગસ્ટે અહીં પડશે વરસાદ
30 ઓગસ્ટની વાત કરવામાં આવે તો કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં કોઈ આગાહી નથી.
31 ઓગસ્ટની આગાહી
31 ઓગસ્ટે રાજ્યમાં માત્ર કચ્છ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય અન્ય કોઈ જિલ્લામાં કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી.
Trending Photos