PICS: એક સમયે ઘર ચલાવવા પાર્ટ ટાઈમ જોબ કરતી આ મશહૂર અભિનેત્રી, હવે છે મોટા ઘરની વહુ

ચૈતન્ય અને સામંથા વચ્ચે એક ફિલ્મના શુટિંગ દરમિયાન નીકટતા વધી અને ત્યારબાદ થોડો સમય ડેટિંગ કર્યું અને પછી તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. સામંથાની ફિલ્મ 'મર્સલ' અને 'રંગસ્થલમ'એ બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા હતાં. 

નવી દિલ્હી: સાઉથની મશહૂર સુપરસ્ટાર સામંથા અક્કિનેની આજે પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહી છે. સામંથાનો જન્મ 28 એપ્રિલ 1987માં ચેન્નાઈમાં થયો હતો. સામંથાના લગ્ન નાગાર્જૂનના પુત્ર નાગા ચૈતન્ય સાથે વર્ષ 2017માં થયા હતાં. ચૈતન્ય અને સામંથા એક ફિલ્મ સાથે કરતા હતાં ત્યારે તેમની વચ્ચે નીકટતા વધી હતી. બંનેએ થોડો સમય ડેટિંગ કર્યું અને ત્યારબાદ લગ્નનો નિર્ણય લીધો. સૂત્રોનું માનીએ તો સામંથાને પોતાની વહુ તરીકે મેળવીને નાગાર્જૂન પણ ખુબ ખુશ છે. 

ઘર ચલાવવા માટે કરતી હતી પાર્ટ ટાઈમ જોબ

1/5
image

બાળપણથી જ અભિનેત્રીને ગ્લેમરની દુનિયાનો રંગ ચડેલો હતો. ઘરની હાલત બરાબર નહતી પરંતુ આમ છતાં સામંથાએ મોડેલિંગના ફિલ્ડમાં જવાનું નક્કી કર્યું. પંરતુ આ દરમિયાન તેણે ઘર ચલાવવા માટે પાર્ટ ટાઈમ જોબ પણ કરવી પડી હતી. 

સૌથી પહેલા મળી આ ફિલ્મની ઓફર

2/5
image

મોડેલિંગની દુનિયાથી જ સામંથાને ફિલ્મ 'યે માયા ચેસાવ'ની ઓફર મળી હતી. 

બોક્સ ઓફિસના રેકોર્ડ તોડ્યા

3/5
image

સામંથાની  ફિલ્મો 'મર્સલ' અને 'રંગસ્થલમ' એ બોક્સ ઓફિસ પર કમાણીના બધા રેકોર્ડ તોડ્યા હતાં. 

ફિલ્મોમાં સાથે કામ કરતા હતાં ચૈતન્ય અને સામંથા

4/5
image

ચૈતન્ય અને સામંથા વચ્ચે એક ફિલ્મમાં સાથે કામ કરવા દરમિયાન નીકટતા વધી હતી. બંનેએ થોડો સમય ડેટિંગ કર્યું અને ત્યારબાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો. 

બે વર્ષ સુધી રહ્યો પ્રેમ સંબંધ

5/5
image

નોંધનીય છે કે 'યે માયા ચેસાવે' અને 'ઓટોનગર સૂર્યા' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકેલા ચેતન્ય અને સામંથા લગભગ બે વર્ષ સુધી પ્રેમ સંબંધમાં હતાં.