મથુરાની જેમ ગુજરાતમાં ઉજવાશે દિવાળી, ‘ખાસ’ દીવા 11 કરોડ પરિવારોમાં પ્રગટાવાશે

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય કામધેનુ અયોગ દ્વારા આ વર્ષે કોરોના મહામારી વચ્ચે લોકો ઘરે ઘરે ગાયના છાણમાંથી બનેલ દીવડા પ્રજ્વલિત કરે તેવું આયોજન કર્યું 

રક્ષિત પંડ્યા/રાજકોટ: કોરોનાના કારણે દેશમાં તહેવારોનો રંગ ફિકો પડી રહ્યો છે. અત્યાર સુધી તમામ તહેવારોની ઉજવણી શક્ય ન બની. આવામાં હવે દિવાળી (Diwali 2020) ની ઉજવણી પણ ફિક્કી ન પડે એટલા માટે દિવાળીએ ગાયના છાણમાંથી બનેલ 33 કરોડ દિવાઓથી દેશને ઝગમગાવવાની યોજના છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગે આખા દેશમાં દિવાળી પર ગાયના છાણમાંથી બનેલ દિવાઓ 11 કરોડ પરિવારોને આપવામાં આવશે. એટલું જ નહીં અનેક પરિવારોને રોજગારી આપી આત્મનિર્ભર ભારત અભિયાનને પણ સાર્થક કરવામાં આવશે.
 

ગાય હોય ત્યાં લક્ષ્મીનો વાસ હોય

1/4
image

ગોમયે વસતે લક્ષ્મી. એટલે ગાય હોઈ ત્યાં લક્ષ્મીનો વાસ હોય. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય કામધેનુ અયોગ દ્વારા આ વર્ષે કોરોના મહામારી વચ્ચે લોકો ઘરે ઘરે ગાયના છાણમાંથી બનેલ દીવડા પ્રજ્વલિત કરે તેવું આયોજન કર્યું છે.   

ઘરે ઘરે દીવા બનાવીને રોજગારી મેળવશે લોકો

2/4
image

આયોગના ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએ કહ્યું હતું કે, આ વર્ષની દિવાળી કામધેનુ માતાને સમર્પિત કરવાની છે, જેના માટે દેશના અલગ-અલગ રાજ્યોના ગૌસંવર્ધન આયોગ, સ્વયંસેવી સંગઠનો, મંદિરો-આશ્રમ, મઠ અને ગૌશાળાઓ, સ્વયં સેવી સંસ્થાઓ અને મહિલા કો-ઓપરેટિવ સોસાયટીનો સંપર્ક કરવામાં આવ્યો છે. ગાયમાં છાણમાંથી બનનાર દિવાઓના આ પ્રોજેક્ટને ગોમય દિપક કામધેનુ દીવાળી નામ આપવામાં આવ્યું છે. જેમાં ગાયના છાણમાંથી દિપક, લાભ-શુભ, લક્ષ્મી-ગણેશ મુર્તિઓ અને ઝાલર-બેનરો પણ બનાવવામાં આવ્યા છે.

ચાઈનીઝ નહિ, દેશી દીવા પ્રગટાવશે લોકો

3/4
image

તો બીજી તરફ રાષ્ટ્રીય કામધેનુ અયોગ ગાયમાં છાણમાંથી દીવાઓ બનાવીને 11 કરોડ પરિવાર સુધી પહોંચાડશે. આશરે 35 થી 40 કરોડ લોકો સુધી આ દિવાઓ આપવામાં આવશે. એટલું જ નહીં આ કાર્યમાં અનેક મહિલાઓ, સોસાયટીઓના લોકોને જોડી અને પોતે ઘરે ગાયના છાણમાંથી દીવા બનાવી વેચી શકશે. આ માટે તેઓને વીડિયો કોન્ફરન્સથી તાલીમ આપવામાં આવી છે અને આત્મનિર્ભર ભારત અભિયાનથી રોજગારી પૂરી પાડવામાં આવશે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અભિયાનથી દિવાળીમાં ઉપયોગી ચાઈનીઝ વસ્તુઓને બદલે સ્વદેશી વસ્તુઓ અપનાવવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

મથુરામાં પણ ગાયના છાણમાંથી દીવા બનાવાશે

4/4
image

મથુરામાં પણ આ વર્ષે દિવાળી પર ગાયના છાણના દીવાઓ પ્રગટાવી દિવાળી ઉજવાશે. આ કાર્યથી એક તરફ લોકોને કામ મળશે તો બીજી તરફ પશુપાલકો પણ આત્મનિર્ભર બનશે.