Rakul Preet Singh છે 'વોટર ફ્રીક', આ Photoને જોતા તમે એમ જ કહેશો
રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh)હાલ માલદીવમાં મસ્તી કરી રહી છે. અવાર નવાર તેમનો કોઇને કોઇ ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. આ દરમિયાન પણ તેમનો એક ફોટો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તમે પણ જુઓ...
નવી દિલ્હી: બોલીવુડની જાણિતી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) માલદીવમાં રજાઓ રજાઓ માણી રહી છે. પોતાના લાંબા વેકેશનની જાણકારી તે મોટાભાગે આપતી રહે છે. આ દરમિયાન પણ તેમણે પાણીમાં મસ્તી કરતાં ફોટા પોસ્ટ કર્યા છે.
રકુલ પ્રીતની મસ્તી
બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh)એ પોતાના માલદીવની રજાઓ દરમિયાન ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો. તસવીરમાં તે એક ફ્લાઇબોર્ડ પર ઉભેલી જોવા મળે છે.
રકુલ પ્રીત સિંહની પોસ્ટ
રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh)એ ફ્લાઇબોર્ડિંગ અનુભવ વિશે લખ્યું '7 વખત પડો 8 વખત ઉભા થાવ... અહીં 70 વખત ફ્લાઇબોર્ડ પરથી પડી ગઇ. હૈશટૈગ ફ્લાઇબોર્ડ હૈશતૈગ વોટરફ્રીક.
ફ્લાઇબોર્ડવાળો ફોટો લોકોને ગમી રહ્યો છે
ફ્લાઇબોર્ડવાળા ફોટાને શેરીંગ વેબસાઇટ પર 1.05 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે.
અમિતાભ સાથે કરશે ફિલ્મ
રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh)અમિતાભ બચ્ચન અને અજય દેવગણ સાથે થ્રિલર ડ્રામા ફિલ્મ 'મેડે'માં અભિનય કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
પાયલોટની ભૂમિકામાં જોવા મળશે રકુલ
ફિલ્મ અજય દેવગણ દ્વારા નિર્દેશિત અને નિર્મિત છે. ફિલ્મમાં અભિનેત્રીએ એક પાયલોટની ભૂમિકામાં જોવા મળશે.
જલદી શૂટિંગ શરૂ કરશે રકુલ
તે હૈદ્વાબાદમાં ડિસેમ્બરના મધ્યમાં 'મેડે'નું શૂટિંગ શરૂ કરશે.
ફેમિલી સાથે માલદીવમાં છે રકુલ
હાલ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh)પોતાની ફેમિલી સાથે રજાઓ માણી રહી છે.
Trending Photos