Who is Radhika Merchant: જાણો કોણ છે રાધિકા મર્ચેન્ટ, જે બનશે અંબાણી પરિવારની પુત્રવધુ, જુઓ ફેમેલી ફોટો

Radhika Merchant Photos: આજે સમાચાર આવ્યા કે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ (Anant Ambani Radhika Merchant Roka) થઈ ગઈ છે. આ કપલના સગાઈની તસવીરો પણ સામે આવી છે. આવો જાણીએ આખરે રાધિકા મર્ચન્ટ કોણ છે, જે થોડા સમયમાં અંબાણી પરિવારની નાની પુત્રવધુ બનવાની છે. જાણો રાધિકા મર્ચન્ટ વિશે દરેક વાત...
 

કોણ છે રાધિકા મર્ચન્ટ?

1/10
image

સૌથી પહેલા જાણો કે અંબાણી પરિવારની નાની પુત્રવધુ બનનારી રાધિકા મર્ચન્ટ આખરે કોણ છે. રાધિકા એનકોર હેલ્થકેરના સીઈઓ અને વાઇસ-ચેરમેન વિરેન મર્ચન્ટની પુત્રી છે. 

 

 

ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં કરે છે અભ્યાસ

2/10
image

નોંધનીય છે કે રાધિકા મર્ચન્ટે ન્યૂયોર્ક યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે અને તે પોલિટિકલ અને ઇકોનોમિક્સ ગ્રેજ્યુએટ છે. 

 

 

નીતા અંબાણી સાથે રાધિકા મર્ચન્ટ

3/10
image

નોંધનીય છે કે ઘણા વર્ષોથી રાધિકાનો પરિવાર અંબાણી પરિવારને ઓળખે છે અને રાધિકા નીતા અંબાણીની પણ ખુબ નજીક છે. હાલમાં નીતા અંબાણી રાધિકાના ક્લાસિકલ ડાન્સ રિસાઇટલમાં પણ હાજર હતા અને બંને એક સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. 

 

 

મુકેશ અંબાણી સાથે રાધિકા મર્ચન્ટ

4/10
image

આ ફોટો થોડા સમય પહેલાનો છે જ્યારે રાધિકા મર્ચન્ટ પોતાના થનારા સસરા મુકેશ અંબાણી સાથે તિરૂપતિ બાલાજી ગઈ હતી. 

 

 

મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે રાધિકા મર્ચન્ટ

5/10
image

આ ફોટો તે ડાન્સ રિસાઇટલની છે, જેના વિશે અમે તમને જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે આ ડાન્સ રિસાઇટલને અંબાણી પરિવારે હોસ્ટ કર્યો હતો. 

 

 

રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવાર સાથે

6/10
image

રાધિકા અને અનંતનો સંબંધ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે રાધિકાએ ઈશા અંબાણીની સગાઈ પર અંબાણી પરિવારની મોટી પુત્રવધુ શ્લોકા મેહતાની સાથે પરફોર્મ કર્યું હતું. ત્યારથી અંબાણી પરિવારના દરેક કાર્યક્રમ અને ફંક્શનમાં રાધિકા હાજર રહી છે. 

 

 

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી

7/10
image

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની સગાઈ થોડા સમય પહેલા થઈ છે. ઘણા રિપોર્ટ પ્રમાણે આ બંને એકબીજાને બાળપણથી જાણે છે અને વર્ષો જૂનો સંબંધ છે. 

 

 

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની સગાઈની તસવીર

8/10
image

 

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈની તસવીરો વાયરલ થઈ રહી છે. 

રાજસ્થાનમાં થઈ સગાઈ

9/10
image

તમારી જાણકારી માટે અનંત અને રાધિકાની સગાઈ મુંબઈ નહીં પરંતુ નાથદ્વારા, રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં થઈ છે. 

 

 

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની સગાઈની તસવીર

10/10
image

આ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની તે તસવીર છે જેને પરિમલ નથવાણીએ શેર કરી છે. આ તસવીર રાધિકા અને અનંતની સગાઈની છે. બંને ખુબ ખુશ જોવા મળી રહ્યાં છે.