ગુજરાતનું ગૌરવ! મહેસાણાની દીકરી માલદિવમાં રમાઈ રહેલી ઈન્ટરનેશનલ સીરિઝની ફાઈનલમાં...

Maldives international challenge series : કહેવાય છે કે, દરેક વ્યક્તિની સફળતા પાછળ બીજા કોઈ વ્યક્તિનો હાથ હોય છે. તસ્નીમની સફળતા પાછળ ખાસ કરીને તેના પિતાનો હાથ છે. તસ્નીમના પિતા પોલીસકર્મી છે. જેઓ મહેસાણામાં ફરજ બજાવતા હોવા છતાં તેમની દીકરી માટે એક કોચની ભૂમિકા અદા કરીને રોજ પ્રેક્ટીસ કરાવી છે. 

1/5
image

આ સાંભળીને તમને દંગલ ફિલ્મ યાદ આવી જશે. જેમાં એક પિતાની મહેનતને પરિણામે દીકરી કુશ્તીમાં ભવ્ય સફળતા મેળવે છે. આજે બબિતા પોગાટ, ગીતા ફોગટનું નામ દેશભરમાં પ્રખ્યાત છે. પિતા મહાવીર ફોગાટે દેશ અને દીકરી માટે કરેલી મહેનતનું પરિણામ આજે સૌની સામે છે. એમ અહીં તસ્નીમના પિતા ઈરફાન મીરનું સપનું છે કે તેમની દીકરી આગામી 2024ની ઓલમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવે. એ દીકરી આજે મલેશિયાની ટુર્નામેન્ટમાં ફાયનલમાં પહોંચી ગઈ છે. 

2/5
image

ગુજરાતનું ગૌરવ અને મહેસાણાની દીકરી ફરી એકવાર બેડમિન્ટનમાં (mehsana badminton player) સફળતાના ઝંડા ગાડવા જઈ રહી છે. માલદિવમાં રમાઈ રહેલી ઈન્ટરનેશનલ ચેલેન્જ સીરિઝમાં એ ફાયનલમાં પહોંચી છે. બેડમિન્ટમાં જૂનિયરમાં નંબર વન ખેલાડી આ સ્પર્ધા જીતી તો દેશની સાથે મહેસાણા અને દેશનું ગૌરવ પણ વધારશે. 

3/5
image

તસનીમ મીર (tasneem mir) ભારતીય બેડમિન્ટન ટીમમાં (Indian badminton team) એક સફળ ખેલાડી છે. એને એ કરી બતાવ્યું છે કે જ્યાં પીવી સંધુ અને સાઈના પણ કરી શકી નથી. ગુજરાત અને ખાસ કરીને મહેસાણા માટે આ ગૌરવની પળ છે. 

4/5
image

દેશને જેમના માટે આજે પણ ગૌરવ છે એ પીવી સિંધુ અને સાઈના ના કરી શક્યા તે મહેસાણા પોલીસના ASIની દીકરીએ કરી બતાવ્યું છે.  આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય તસનીમ મીર છે. તસનીમે વર્ષ 2017માં ફુલેલા ગોપીચંદ એકેડમીથી તાલીમની શરુઆત કરી હતી. નોંધનીય છે કે, જૂનિયર કેટેગરીમાં પણ તસનીમ વર્લ્ડ નંબર વન હતી. 

5/5
image

બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા વર્ષ 2011માં જૂનિયર રેન્કિંગ આપવાની શરુઆત કરવામાં આવી જેથી સાઈના તેમાં સામેલ નથી થઈ શકી. સિંધુ જૂનિયર કેટેગરીમાં વર્લ્ડ નંબર 2 સુધી પહોંચી શકી હતી. હવે તસનીમ મીરે નંબર વન બનીને માત્ર ગુજરાત જ નહીં દેશનું નામ રોશન કર્યું છે. હવે તસનીમ પાસે 2024ની ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલની પણ આશાઓ છે. હાલમાં એ માલદિવમાં ઈન્ટરનેશનલ ચેલેન્જ સીરિઝની ફાયનલમાં પહોંચતાં મહેસાણાની આ દીકરીના ઘરમાં ખુશીનો માહોલ છે.