આ નાનકડા ભગવંત માનને જોઈને ઉડી જશે તમારા હોશ! સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ

નવી દિલ્લીઃ પંજાબમાં 117 સીટો માટેની મતગણતરી ચાલી રહી છે અને પરિણામોમાં આમ આદમી પાર્ટીની જીત જોવા મળી રહી છે... 85થી વધુ સીટો પર આમ આદમી પાર્ટી આગળ છે અને આ દરમિયાન પંજાબમાં આમ આદમી પાર્ટીના સીએમ ફેસ ભગવંત માનનો ક્યૂટ જુનિયર સામે આવ્યો છે. આ નાનકડા ભગવંત માનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ભગવંત માનના ગેટઅપ સાથે તૈયાર થયેલો આ બાળક જુનિયર કેજરીવાલના રૂપમાં દેખાઈ ચૂક્યો છે.

આપ સમર્થકનો દીકરો

1/5
image

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના એક સમર્થકે પોતાના પુત્રને ભગવંત માનનો વેશ ધારણ કરાવ્યો છે. આ નાનો ભગવંત માન ખૂબ જ ક્યૂટ લાગે છે અને હવે તેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

અગાઉ બન્યો હતો જૂનિયર કેજરીવાલ

2/5
image

આ પહેલા આ બાળક આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના ગેટઅપમાં દેખાઈને ચર્ચામાં રહ્યો હતો. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPની જીત બાદ આ નાનકડો કેજરીવાલ જોવા મળ્યો હતો અને ખૂબ જ લોકપ્રિય બન્યો હતો.

આપનો જશ્ન શરૂ

3/5
image

પંજાબની 117 સીટોમાંથી 85થી વધુ સીટો પર લીડ જોઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. દિલ્હીથી લઈને પંજાબ સુધી AAP કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છે. આ દરમિયાન આ બાળક ભગવંત માનના રૂપમાં નજર આવ્યો છે.

ભગવંત માન બનશે મુખ્યમંત્રી

4/5
image

અત્યાર સુધીના ટ્રેન્ડ પર નજર કરીએ તો સ્પષ્ટપણે જોવા મળે છે કે AAP નેતા ભગવંત માન પંજાબના આગામી મુખ્યમંત્રી બની રહ્યા છે. જ્યારે આ પહેલા આ રાજ્યમાં ક્યારેક શિરોમણી અકાલી દળ અને ક્યારેક કોંગ્રેસની સરકાર બની છે.

ગુરુદ્વારમાં પ્રાર્થના

5/5
image

સવારે સૌથી પહેલા ભગવંત માન ગુરુદ્વારા પહોંચ્યા હતા અને પ્રાર્થના કરી હતી. તેઓ સંગરુરના ગુરુદ્વારા ગુરસાગર મસ્તુઆના પહોંચ્યા હતા. પંજાબમાં કોંગ્રેસના સીએમ ઉમેદવાર ચરણજીત સિંહ ચન્નીએ પણ ગુરુદ્વારામાં પૂજા કરીને દિવસની શરૂઆત કરી હતી.