Photos: જૂના સંસદ ભવનમાં સાંસદોનું ફોટો સેશન, કોણ બેઠા નીચે પલાઠી વાળીને અને કોણ છેલ્લી હરોળમાં...
જૂના સંસદ ભવનમાં આજે રાજ્યસભા અને લોકસભા એમ બંને સદનના સાંસદોનું સંયુક્ત ફોટો સેશન થયું. જેમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, પીએમ મોદી સહિત તમામ સત્તા પક્ષ અને વિપક્ષી દળોના સાંસદો હાજર રહ્યા. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ ફોટો સેશન દરમિયાન ઊભેલા જોવા મળ્યા. નોંધનીય છે કે જૂની સંસદના વિદાય કાર્યક્રમમાં પીએમ મોદીએ તેના ઐતિહાસિક મહત્વનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસે પણ આ ભવનમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો વિશે ઉલ્લેખ કર્યો હતો.
આગળની હરોળમાં પીએમ મોદી
જૂની સંસદ ભવનમાં થયેલા ફોટોસેશનમાં પીએમ નરેન્દ્ર મોદી સૌથી આગલી હરોળમાં બેઠેલા જોવા મળ્યા. તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તથા રક્ષામંત્રી રાજનાથ સિંહ હતા.
છેલ્લી હરોળમાં રાહુલ ગાંધી
જૂની સંસદ ભવનના ફોટો સેશન દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છેલ્લી લાઈનમાં ઊભેલા જોવા મળ્યા. નોંધનીય છે કે આજથી સંસદના તમામ કામકાજ નવા સંસદ ભવનમાં શરૂ થઈ જશે. નવા સંસદ ભવનમાં જ મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવશે.
પીએમ મોદીએ નવી સંસદનું કર્યું હતું ઉદ્ધાટન
પીએમ મોદીએ આ વર્ષે મે મહિનામાં આ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું હતું. આ નવી ઈમારતને બનવામાં લગભગ 1000 કરોડ રૂપિયાનો ખર્ચો થયો. આ નવા ભવનમાં 1280 સભ્યોના બેસવાની વ્યવસ્થા કરાઈ છે.
સાંસદોએ કરાવ્યું ફોટોસેશન
જૂના સંસદ ભવનના છેલ્લા દિવસે તમામ સાંસદોએ ફોટો પડાવ્યો અને આ દરમિયાન તેઓ પરસ્પર વાતચીત કરતા પણ જોવા મળ્યા. ફોટો સેશન બાદ સંસદનું સંયુક્ત સત્ર થશે.
Trending Photos