પૂર્વાંચલને મોટી ભેટ આપશે પીએમ મોદી, ભગવાન બુદ્ધની ધરતી પરથી આપશે સંદેશ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરના રોજ યૂપીના કુશીનગર જિલ્લાના પ્રવાસે જઇ રહ્યા છે. પીએમ મોદી ત્યાં પહોંચીને કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ  (Kushinagar International Airport) નું ઉદઘાટન કરશે. તમને જણાવી દઇએ કે કુશીનગર યૂપીનું ત્રીજું ઇન્ટરનેશનલ એરપોર્ટ (Operational) હશે. યૂપીમાં આ ઉપરાંત વધ બે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. 

બૌદ્ધ ધર્મનું મુખ્ય તીર્થ સ્થળ છે કુશીનગર

1/5
image

20 ઓક્ટોબરના સવારે 11 વાગે જ્યારે પીએમ મોદી કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરશે તો આ અવસર પર ઘણા દેશોના રાજદૂત અને શ્રીલંકાના એક વિશેષ પ્રતિનિધિમંડળ પણ હાજર રહેશે. જોકે કુશીનગર ભગવાન બુદ્ધની મહાપરિનિર્વાણ સ્થળી છે, એટલા માટે બૌદ્ધ ધર્મના લોકો માટે આ સૌથી મુખ્ય તીર્થસ્થળોમાંથી એક છે. બૌદ્ધ ધર્મને માનનાર લોકો કુશીનગર જરૂર જાય છે. કુશીનગરનું ઇન્ટરનેશનલ એરપોર્ટ તે લોકો માટે ખાસ ભેટ છે જે દેશ-દુનિયામાંથી ભગવાન બુદ્ધની મહાપરિનિર્વાણ સ્થળી પહોંચવા માંગે છે.  

બૌદ્ધ ધર્મ અને ગલ્ફ દેશોમાંથી સીધી આવશે ફ્લાઇટ્સ

2/5
image

કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટને વિશેષ થીમ પર બનાવવામાં આવ્યું છે. એરપોર્ટની ટર્મિનલ બિલ્ડીંગને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક તરફ પ્રસ્થાન તો બીજી અને આગમનનો ગેટ બનેલો છે. આ એરપોર્ટ પર એક્સાથે 300 યાત્રી પ્રસ્થાન અને આગમન કરી શકે છે. બૌદ્ધ અને ગલ્ફ દેશમાંથી સીધી ફ્લાઇટ કુશીનગર સાથે જોડાશે. ખાસ વાત એ છે કે કુશીનગરમાં પહેલીવાર ઇન્ટરનેશનલ ફ્લાઇટ શ્રીલંકાથી આવશે. 

ભગવાન બુદ્ધની મહાપરિનિર્વાણ સ્થળી પર સમય વિતાવશે પીએમ મોદી

3/5
image

એરપોર્ટ પર ભગવાના બુદ્ધની 2 પ્રકારની મૂર્તિઓ પણ લગાવવામાં આવી છે. આ ઉપરાંત ભગવાન બુદ્ધની કેટલીક પેઇન્ટિંગ્સ પણ એરપોર્ટ પર લગાવવામાં આવી છે. 20 ઓક્ટોબરના રોજ પીએમ મોદી કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કર્યા બાદ ભગવાન બુદ્ધની મહાપરિનિર્વાણ સ્થળી જશે અને થોડો સમય વિતાવશે. જ્યાં તે 3 દિવસીય બૌદ્ધ સંમેલનની શરૂઆત કરશે. 

યૂપીમાં ચૂંટણીને લઇને સચેત છે ભાજપ

4/5
image

યૂપીમાં 2022 ની શરૂઆતમાં જ વિધાનસભા ચૂંટણી પણ છે. એવામાં ભાજપ યૂપીમાં બિલકુલ રિસ્ક લેવા માંગતું નથી. ચૂંટણી પહેલાં યૂપીમાં ઘણા મોટા વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે. યૂપીમાં પીએમ મોદી ભાજપ માટે સૌથી મોટું ટ્રંપ કાર્ડ છે. એટલા માટે 15 જુલાઇથી 20 ઓક્ટોબર સુધી પીએમ મોદીનો આ ચોથો યૂપી પ્રવાસ છે. જોકે કલ્યાણ સિંહના નિધન પર પીએમ મોદી કોઇ પ્રોટોકોલ વિના લખનઉ પહોંચ્યા હતા. 

કુશીનગર દ્વારા સમગ્ર પૂર્વાંચલમાં સંદેશ આપવા માંગે છે ભાજપ

5/5
image

આ બધા ઉપરાંત પીએમ મોદી કુશીનગરમાં એક મોટી જનસભાને પણ સંબોધિત કરશે. કુશીનગર પૂર્વાંચલનો એક મોટો લિજ્જો છે, જ્યાંથી રાજકીય સમીકરણ બને બગડે છે. ગોરખપુરને અડીને આવેલું હોવાથી કુશીનગર પર યૂપીના સીએમ યોગી આદિત્યનાથની પણ નજર રહેશે. એવામાં પીએમ મોદી જ્યારે કુશીનગરમાં રેલીને સંબોધિત કરશે તો ભાજપનો પ્રયત્ન હશે કે તેમનો સંદેશ આખા પૂર્વાંચલામાં જાય. આ અવસર પર પીએમ મોદી કુશીનગર મેડિકલ કોલેજના શિલાન્યાસ સહિત ઘણા મોટા પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પૂર્વી યૂપીમાં ભાજપ અને સપાની વચ્ચે સીધી ટક્કર છે. હવે જોવાનું એ રહેશે કે પૂર્વી યૂપીની 156 સીટો પર કોનો પરચમ લહેરાશે.