Gaganyaan Mission: આ Pics જોઈ છાતી ગર્વથી પહોળી થઈ જશે, ગગન ચૂમવા જઈ રહ્યા છે આ 4 ભારતીયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે એ ચાર અંતરિક્ષયાત્રીઓના નામની જાહેરાત કરી જે દેશના પહેલા હ્યુમન સ્પેસ ફ્લાઈટ પ્રોગ્રામ ગગનયાન માટે તાલિમ લઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે એ ચાર અંતરિક્ષયાત્રીઓના નામની જાહેરાત કરી જે દેશના પહેલા હ્યુમન સ્પેસ ફ્લાઈટ પ્રોગ્રામ ગગનયાન માટે તાલિમ લઈ રહ્યા છે. પીએમ મોદીએ તિરુવનંતપુરમ પાસે થુંબામાં વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર (વીએસએસસી)ની મુલાકાત લીધી. તેમણે જણાવ્યું કે પ્રશાંત બાલાકૃષ્ણન નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને શુભાંશુ શુક્લા ગગનયાન માટે પસંદ કરાયેલા અંતરિક્ષયાત્રીઓ છે. પ્રધાનમંત્રીએ આ દરમિયાન ઈસરોના ગગનયાન હ્યુમન સ્પેસ ફ્લાઈટ પ્રોગ્રામની સમીક્ષા પણ કરી.
ચાર જવાન જશે ગગનયાનમાં
મિશન ગગનયાન માટે વાયુસેનાના ચાર જવાનો ગગનયાનમાં જશે. પીએમ મોદીએ અંતરિક્ષયાત્રીઓને વિંગ પ્રદાન કરી. તેમની સાથે ઈસરોના ચીફ એસ સોમનાથ પણ હાજર હતા.
ચારેય અંતરિક્ષયાત્રીઓને જાણો
ગગનયાનમાં જનારા અંતરિક્ષયાત્રીઓના નામ છે ગ્રુપ કેપ્ટન પારસનાથ બાળકૃષ્ણ નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ, વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા.
પીએમ મોદી મળ્યા અંતરિક્ષયાત્રીઓને
તિરુવનંતપુરમમાં પીએમ મોદીએ મિશન ગગનયાનના યાત્રીઓ સાથે મુલાકાત કરી. જેવા તેઓ સામે આવ્યા કે બધાએ તાળીઓ પાડીને સ્વાગત કર્યું. રિપોર્ટ મુજબ અંતરિક્ષયાત્રી બનવા માટે નામાંકિત અનેક ટેસ્ટ પાઈલટ્સમાંથી 12એ બેંગ્લુરુમાં સપ્ટેમ્બર 2019માં પસંદગીના પહેલા સ્તરને પાર કર્યું હતું. પસંદગી ભારતીય વાયુસેના અંતર્ગત આવતી સંસ્થા ઈન્સ્ટીટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન (IAM) દ્વારા કરાઈ હતી. સિલેક્શનના અનેક તબક્કાઓ બાદ આઈએએમ અને ઈસરોએ અંતિમ ચારને શોર્ટલિસ્ટ કર્યા હતા.
કડક ટ્રેનિંગ બાદ તૈયાર થાય છે અંતરિક્ષયાત્રીઓ
આ ચારેય જવાનોએ ખુબ આકરી ટ્રેનિંગ કરી છે. 2020ની શરૂઆતમાં ચારેય જવાનો રશિયામાં ટ્રેનિંગ લેવા ગયા હ તા. જે કોવિડ-19ના કારણે થયેલા વિલંબના કારણે 2021માં પૂરી થઈ. હાલ તેઓ બેંગ્લુરુમાં અંતરિક્ષયાત્રી ટ્રેનિંગ ફેસિલિટીમાં પણ ટ્રેનિંગ લઈ રહ્યા છે.
ગગનયાન મિશન
અત્રે જણાવવાનું કે ઈસરોએ 21 ફેબ્રુઆરીએ જાણકારી આપી હતી કે સીઈ-20 ક્રાયોજેનિક એન્જિન અંતરિક્ષયાત્રીવાળા ગગનયાન મિશન માટે અંતિમ પરિક્ષણોમાં સફળ થયું છે. ક્રાયોજેનિક એન્જિન ગગનયાન માનવ અંતરિક્ષ મિશન માટે એલવીએમ પ્રક્ષેપણયાનના ક્રાયોજેનિક તબક્કાને શક્તિ પ્રદાન કરે છે. ઈસરોએ એવું પણ કહ્યું કે ગગનયાન અભિયાન માટે સીઈ20 એન્જિનના તમામ જમીની પરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે.
Trending Photos