PM મોદીએ ફાઈટર પ્લેન તેજસમાં ઉડાન ભરી, અદભૂત તસવીરો આવી સામે

PM Narendra Modi flew on Tejas aircraft in Bengaluru : PM મોદીએ આજે ફાઈટર પ્લેન તેજસમાં ઉડાન ભરી. બેંગ્લુરુમાં પ્રધાનમંત્રી મોદીએ તેજસ પ્લેનમાં ઉડાન ભરીને એક નવો અનુભવ મેળવ્યો. તેમણે આ અનુભવની તસવીરો શેર કરી છે. 

1/7
image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફાઈટર જેટ તેજસમાં ઉડાન ભરી હતી. તેઓ આજે બેંગલુરુમાં પહોંચ્યા હતા. તેમણે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ફાઈટર જેટ તેજસમાં ઉડાન ભરી હતી. સાથે જ ચાલી રહેલી કામગીરીની સમીક્ષા પણ કરી. 

2/7
image

પીએમ મોદીએ આ તસવીરો ટ્વીટ કરતા લખ્યું કે, મેં આજે તેજસ પ્લેનમાં ઉડાન ભરીને અત્યંત ગર્વની લાગણી અનુભવુ છું. હુ કહી શકું છુ કે, આપણી મહેનત અને લગનના કારણે આપણે આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં વિશ્વમાં કોઈનાથી પાછળ નથી. ભારતીય વાયુસેના, DRDO અને HAL ની સાથે સમસ્ત ભારતવાસીઓની હાર્દિક શુભેચ્છાઓ. 

3/7
image

4/7
image

5/7
image

6/7
image

7/7
image