Places To Visit In March: માર્ચમાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો, તો આ સ્થળો છે બેસ્ટ ઓપ્શન
ભારતના ઘણા સ્થળો ખૂબ જ સુંદર અને શ્રેષ્ઠ છે. જ્યાં તમે માર્ચ મહિનામાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. ત્યારે આજે અમુક એવા ટ્રાવેલ ડેસ્ટિનેશન વિશે જણાવીશું જ્યાં તમે માર્ચ મહિનામાં પરિવાર, મિત્રો અને પાર્ટનર સાથે ફરવા માટે જઈ શકો છો.
ઝી બ્યૂરો, અમદાવાદઃ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઠંડી હોવાથી મોટાભાગના લોકો ફરવા જવાનું ટાળે છે. પરંતુ જેવો જ માર્ચ મહિનો શરૂ થાય એટલે દરેક લોકો ફરવા જવાનો પ્લાન બનાવવા લાગે છે. પરંતુ ઘણા લોકો તે નક્કી નથી કરી શકતા કે ફરવા માટે ક્યાં જવું. જો કે, માર્ચ મહિનામાં ફરવા માટેના અનેક શ્રેષ્ઠ સ્થળો છે. જ્યાં ફરવા માટે તમે પ્લાન કરી શકો છો. જો તમે પણ ક્યાં ફરવા જવું તે નક્કી નથી કરી શકતાં તો અહીં અમે જણાવીશું તમને કે માર્ચમાં તમે કયાં કયાં સ્થળે ફરવા જઈ શકો છો. ભારતના ઘણા સ્થળો ખૂબ જ સુંદર અને શ્રેષ્ઠ છે. જ્યાં તમે માર્ચ મહિનામાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. ત્યારે આજે અમુક એવા ટ્રાવેલ ડેસ્ટિનેશન વિશે જણાવીશું જ્યાં તમે માર્ચ મહિનામાં પરિવાર, મિત્રો અને પાર્ટનર સાથે ફરવા માટે જઈ શકો છો.
શિલાંગ
આમ તો નોર્થ ઈસ્ટમાં ફરવા માટે એકથી એક ચઢીયાતી જગ્યાઓ છે. પરંતુ ફરવાની સાચી મજા તો શિલાંગમાં જ છે. શિલાંગ જેવી જગ્યા નોર્થ ઈસ્ટમાં ક્યાંય પણ નથી. માર્ચ મહિનામાં આ સ્થળ વધુ સુંદર બની જાય છે. માર્ચ મહિનામાં આ સ્થળ પર દેશ વિદેશથી લોકો આવે છે. અદભૂત સુંદરતા અને મનમોહનીય દ્રશ્ય જોવા તમે ફેમિલી કે પાર્ટનર સાથે જઈ શકો છો.
PHOTOS: બાલી કે થાઈલેન્ડ નહીં, આ છે ભારતની સૌથી સાફ નદી, તસવીરો જોઈ થઈ જશો મંત્રમુગ્ધ
કોડાઈકનાલ
ઘણા લોકો એવું માને છે કે તમિલનાડુમાં માર્ચ મહિનામાં ફરવા માટે કોઈ સારી જગ્યા નથી. જો તમને સાચે ફરવાનો શોખ છે તો તમે તમિલનાડુનું સૌથી સુંદર જગ્યા કોડાઈકનાલમાં જઈ શકો છો. સુંદર જળવાયુ, સુંદર ઝરણા અને ઉંચા પહાડો ધરાવતી આ જગ્યા એકદમ એદભૂત છે. જ્યાં ફરવાની સાથે સાથે તમે ટ્રેકિંગ અને એડવાન્ચર ગેમ્સની પણ મજા લઈ શકો છો. સિલ્વર કૈસકેડ ફોલ્સ અને બ્રાયંટ પાર્ક જેવી સુંદર જગ્યાઓ પર પણ તમે ફરવા માટે જઈ શકો છો.
ખજુરાહો
મધ્ય પ્રદેશનું એક એવું પ્રવાસન સ્થળ કે જ્યાં ફરવા માટે કોઈ મહિના અને સમયની જરૂર નથી. આ સુંદર સ્થળે તમામ ઋતુમાં અનેક સહેલાણીયોને પોતાના તરફ આકર્ષિત કર્યા છે. મધ્યયુગીન કાળની ભારતીય વાસ્તુકળાના રૂપમાં પ્રખ્યાત ત્યાંની ઈમારત અને મંદિર આખા વિશ્વમાં પ્રખ્યાત છે. કહેવાય છે કે, ખજુરાહો લગભગ સૌ હિન્દૂ અને જૈન મંદિરોનું એક સમૂહ છે. ભારતના પ્રમુખ ધરોહરમાં શામેલ ખજુરાહો યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ શામેલ છે. જ્યાં તમે નેશનલ પાર્ક, લક્ષ્મણ મંદિર સહિત ઘણી સુંદર જગ્યાઓ પર ફરી શકો છો.
HUMMER લોન્ચ કરશે પોતાની શાનદાર અને પાવરફુલ ઈલેક્ટ્રીક કાર, કારનો લૂક જોઈને તમે પણ થઈ જશો ફિદા
ડેલહાઉઝી
હિમાચલ પ્રદેશના ખોળામાં બેઠેલું એક એવું શહેર જ્યાં લાખો ભારતીયો ફરવા માટે જાય છે અને તે એટલે ડેલહાઉઝી. કહેવાય છે કે, માર્ચ મહિનામાં આ શહેરનું તાપમાન લગભગ 25 ડિગ્રીથી વધુ નથી રહેતું. રજાઓ માણવા જવાનું વિચારી રહ્યા છો તો આ સ્થળને પ્રાધાન્ય આપો. ભીડભાડથી દૂર આવેલું પ્રકૃતિનો સુંદર અહેસાસ કરાવતું આ સ્થળ લોકોની પહેલી પસંદ છે.
Dandi March: સાબરમતી આશ્રમથી થઈ હતી સત્યાગ્રહની શરૂઆત, દુનિયાના દેશોના પ્રમુખો લઈ ચુક્યા છે આ સ્થળની મુલાકાત
કુર્ગ
કર્ણાટકમાં આવેલું કુર્ગને ભારતનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે. માર્ચથી મે મહિના સુધી ત્યાં ચા અને મસાલામા બગીચાઓમાં એકદમ હરિયાળી છવાયેલી હોય છે. જે નઝારો જોવા માટે લોકો ત્યાં ફરવા જાય છે. જો ફરવા માટે આ સ્થળની પસંદગી કરશો તો તમારો મૂડ એકદમ ફ્રેશ થઈ જશે. ગોલ્ફના શોખીનો માટે આ સ્થળ બેસ્ટ છે.
WEIGHT LOSS: વજન ઘટાડવાના ચક્કરમાં ક્યારેય ન કરતા આ 9 ભૂલો, નહીં તો બકરું કાઢતા પેસી જશે ઊંટ...
Trending Photos