Buy Stack: પિઝા કંપની કોકા કોલામાં ખરીદશે મોટો સ્ટેક, 125000000000 રૂપિયામાં કરવામાં આવશે ડીલ, જાણો
Buy Stack: મળતી માહિતી મુજબ આ પિઝા બનાવતુ ગ્રુપ કોકા કોલાના ભારત યૂનિટમાં મોટા પ્રમાણમાં શેર ખરીદશે અને આ ગ્રુપ આ ડીલ માટે રોકાણકારો પાસેથી પૈસા એકત્ર કરવામાં આવશે અને આ સોદા દ્વારા ગ્રુપ બજારમાં પોતાની હાજરી મજબૂત કરવા માગે છે.
Buy Stack: આ ગ્રુપ પિઝા ચેઈનથી લઈને દવાઓ સુધીના બિઝનેસમાં કામ કરે છે, તે કોકા-કોલાના ભારતીય બિઝનેસમાં 40% હિસ્સો ખરીદી કરવાની તૈયાર કરી છે. તેની ડીલ વેલ્યુ લગભગ 12,500 કરોડ રૂપિયા છે.
સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે, આ ગ્રુપ હાઈ-નેટ-વર્થ વ્યક્તિઓ (HNIs) અને છૂટક રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરવાની યોજના ધરાવે છે. ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, તાજેતરમાં જ આ ગ્રૂપના પ્રમોટર્સ, ભરતિયા પરિવાર દ્વારા આ હિસ્સો ખરીદવા વિશે માહિતી આપી હતી.
સ્થાનિક બજારોમાંથી નાણાં એકત્ર કરવાની યોજના
એક્વિઝિશનનું લક્ષ્ય હિન્દુસ્તાન કોકા-કોલા હોલ્ડિંગ્સ (HCCH) છે, જે હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડની મૂળ કંપની છે અને દેશની સૌથી મોટી કોકા-કોલા બોટલર છે. જુબિલન્ટે અમેરિકા સ્થિત ગોલ્ડમેન સૅક્સ પાસેથી 12,500 કરોડ રૂપિયાની લોન મર્યાદા મેળવી છે. જૂથ નાણાકીય દબાણને હળવું કરવા સ્થાનિક બજારોમાંથી વધારાનું ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહ્યું છે.
4 થી 5 હજાર કરોડ એકત્ર થવાનું અનુમાન
એવું કહેવામાં આવ્યું હતું કે ગોલ્ડમેન સૅક્સે આ કરારને અન્ડરરાઇટ કરવાની ઓફર કરી હતી. જો કે, કરાર જુબિલન્ટ પ્રમોટરોને અન્ય ભંડોળના સ્ત્રોતો શોધવાની મંજૂરી આપે છે.
જુબિલન્ટ ઘરેલુ ધિરાણકર્તાઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ, HNIs અને ફેમિલી ઓફિસને ટેપ કરીને ડેટ અને ઇક્વિટીના મિશ્રણ દ્વારા રૂ. 4,000-5,000 કરોડ એકત્ર કરવા માગે છે. સ્થાનિક સ્તરે એકત્ર કરાયેલ કોઈપણ ભંડોળ ગોલ્ડમૅન સૅક્સ પાસેથી લીધેલી લોનની રકમમાં ઘટાડો કરશે.
જુબિલન્ટ ગ્રૂપ માટે આ સોદો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે દેશના કન્ઝ્યુમર માર્કેટમાં તેમના બિઝનેસને વિસ્તારવાની તેમની વ્યૂહરચના સાથે સુસંગત છે.
આ સોદો કોકા-કોલાના સૌથી મોટા વૈશ્વિક બજારમાં જુબિલન્ટને મુખ્ય ખેલાડી તરીકે સ્થાપિત કરશે. તમને જણાવી દઈએ કે અગાઉ જુલાઈ 2023માં શાપૂરજી પલોનજી ગ્રુપ (SP ગ્રુપ) એ 14300 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
Trending Photos