Photos: આજે વેચાવા જઈ રહ્યો છે વિશ્વનો સૌથી સુંદર પિંક ડાયમંડ, તોડશે બધા રેકોર્ડ

જીનીવામાં આજે મંગળવારે દુનિયાના સૌથી સુંદર અને દુર્લભ એવા પિંક ડાયમંડની હરાજી થવાની છે. 19 કેરેટના આ ડાયમંડની કિંમત 50 મિલિયન ડોલર એટલે કે લભગ 360 કરોડ ડોલર રાખવામાં આવી છે. જો આ ડાયમંડ વેચાઈ ગયો, તો તે એક નવો રેકોર્ડ બનશે. આ દુર્લભ ડાયમંડ 19 કેરેટનો છે, જે આજે સ્વિત્ઝરલેન્ડના જીનીવામાં વેચાવા જઈ રહ્યો છે. જે પિંક લિગસીના નામથી દુનિયાભરમાં ફેમસ છે. 

કોનો છે હીરો

1/3
image

આ ગુલાબી હીરો ઓપેનહાઈમર પરિવાર સાથે જોડાયેલો છે, જેઓ વર્ષોથી ડી બીયર્સ નામે માઈનિંગ કંપની ચલાવે છે. પરંતુ હરાજી બાદ આ હીરો કોની માલિકીનો હશે તે ગુપ્ત રાખવામાં આવશે. આ હરાજી ફેમસ ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝ દ્વારા કરવામાં આવનાર છે. હાલ, તેના માલિક વિશે કોઈ માહિતી મળી નથી. આ હીરો અંદાજે 100 વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકાની એક ખાણમાં મળ્યો હતો. 1920ના રોજ તેને આકાર આપવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી હીરાના આકારમાં કોઈ ફેરફાર કરાયો નથી.

દુનિયાનો સૌથી બેસ્ટ હીરો

2/3
image

ક્રિસ્ટીઝના ઈન્ટરનેશનલ જ્વેલરી હેડ રાહુલ કદાકિયાએ જણાવ્યું કે, પિંક લિગસી દુનિયાનો સૌથી બેસ્ટ હીરો છે. આયાતકાર કપાયેલો આ ડાયમંડ ફેન્સી વિવિડ ગ્રેડેડ છે, જેમાં મોટાભાગના સંભવિત રંગોની શ્રેણી હોય છે. ક્રિસ્ટીઝે કહ્યું કે, 19 કેરેટના પિંક હીરાના હરાજી ક્યારેય થઈ નથી. અત્યાર સુધી 4થી 10 કેરેટના પિંક હીરાની હરાજી થઈ છે. પિંક લિગસીની હરાજીનું આયોજન જીનીવાના સરોવરના કિનારે અલ્ટ્રા-શાનદારી ફોર સીઝન ડેસ બગ્યૂસ હોટલમાં કરવામાં આવ્યું છે. 

દુર્લભ ગણાય છે પિંક હીરો

3/3
image

હીરામાં ગુલાબી રંગ બહુ જ દુર્લભ હોય છે. દુનિયામાં બહુ જ ઓછા હીરા એવા હોય છે, જે રંગના મિશ્રણ વગર ગુલાબી હોય. આવા હીરા બહુ જ ઓછા મળી આવે છે. આવા હીરા તેમની પાસે જ મળે છે, જેઓ હીરાની સતત શોધ કરતા રહે છે. દુનિયાનો સૌથી ફેમસ ગુલાબી હીરો ક્વીન એલિઝાબેથ દ્વીતીય પાસે છે. વિલિયમ્સન પિંક નામનો આ હીરો વર્ષ 1947માં તેમને લગ્નના પ્રંસગે આપવામાં આવ્યો હતો. ગત વર્ષએ નવેમ્બરમાં અંદાજે 15 કેરેટનો એક પિંક હીરો હોંગકોંગમાં 32.5 મિલિયન ડોલરમાં નિલામ થયો હતો. જેની બોલી 2.176 મિલિયન પ્રતિ કેરેટ હતી. જે અત્યાર સુધીની સૌથી ઊંચી બોલી કહેવાય છે.