વિશ્વનું એકમાત્ર મંદિર જેને બનાવવામાં પાણી નહીં ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો

Interesting Facts About Indian Temple: ભારતીય મંદિરોના નિર્માણમાં હંમેશાથી અનોખી અને અદ્ભુત રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ એક મંદિર એવું છે જેની નિર્માણ પ્રક્રિયા જાણી તમે આશ્ચર્યચકિત થઈ જશો. અમે વાત કરી રહ્યાં છીએ રાજસ્થાનના ભાંડાસર મંદિરની, જેને બનાવવા માટે પાણીની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 

ઘીથી બનેલું છે આ મંદિર

1/4
image

રાજસ્થાનમાં સ્થિત ભાંડાસર મંદિરનું નિર્માણ 15મી સદીની આસપાસ બંદા શાહ ઓસવાલ નામના એક વેપારી દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિર જૈન ધર્મના પાંચમાં તીર્થકર સુમતિનાથને સમર્પિત છે.

ત્રણ માળનું છે મંદિર

2/4
image

આ મંદિર માત્ર ઘીથી બનેલું જ નહીં પરંતુ તેની આંતરિક અને સ્થાપત્ય કલા માટે પણ જાણીતું છે. ઘણા જૈન મંદિરોની જેમ, તેમાં પણ કોતરણી અને રંગબેરંગી ચિત્રો છે. આ મંદિર ત્રણ માળમાં બનેલું છે, જેમાં દરેક માળે જૈન સંસ્કૃતિનું એક અલગ પાસું દેખાય છે.

મંદિર ઘીથી કેમ બનાવાયું?

3/4
image

શા માટે આ મંદિર પાણીને બદલે ઘી વડે બાંધવામાં આવ્યું હતું તે અંગેની એક સૌથી પ્રચલિત વાર્તા એ છે કે એક વખત જ્યારે બંદા શાહે ગામલોકોને જમીન પર મંદિર બનાવવાનું કહ્યું ત્યારે તેઓએ તેનો વિરોધ કર્યો. જ્યારે આનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે ગ્રામજનોએ કહ્યું કે આ વિસ્તારમાં પહેલેથી જ પાણીની તીવ્ર અછત છે, જે તેમના માટે માંડ માંડ બચી શકે છે. અને હવે મંદિર બનશે તો પાણી ઓસરી જશે અને લોકો ભૂખે મરશે. પરંતુ બંદા શાહ મક્કમ હતા અને પાણીને બદલે ઘી વડે મંદિર બનાવવાનું નક્કી કર્યું.

શું મંદિર ખરેખર ઘીનું બનેલું છે?

4/4
image

જો કે, પાયો ખરેખર પાણીને બદલે ઘીનો બનેલો છે કે કેમ તે શોધવા માટે કોઈ ખોદકામ કરી શકાતું નથી. પરંતુ એવું કહેવાય છે કે બાંધકામમાં ઘીનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખૂબ જ ગરમીના દિવસોમાં મંદિરનો માળ લપસણો થઈ જાય છે અને થાંભલા અને ભોંયતળિયામાંથી ઘી ટપકતું જોઈ શકાય છે.