ઓ બાપ રે... ગુજરાત તરફ આવી રહ્યું છે સૌથી મોટું વાવાઝોડું, અંબાલાલે કરી આગાહી
Ambalal Patel Prediction For Cyclone : નવરાત્રિમાં વરસાદ નહિ આવે તેની ગુજરાતીઓને રાહત થઈ, ત્યાં આ કરતા મોટુ સંકટ ગુજરાત પર આવી રહ્યું છે. આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરી દીધી છે. હવામાન નિષ્ણાતે તારીખ સાથે જણાવ્યું કે, વાવોઝાડું ગુજરાતમા ક્યાં ક્યાંથી પસાર થશે.
ભારે તોફાની જશે ઓક્ટોબર મહિનો
અંબાલાલ પટેલે કહ્યું કે, નવરાત્રિમાં 9-10 અને 12 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તો 12-13 ઓક્ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 14-16 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતના વાદળવાયુ વાતાવરણ રહેશે.
આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
આગાહીકારે કહ્યું કે, 17 ઓકોબરે સૂર્ય તુલા રાશિમાં આવતા અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવવાઝોડું બનવાની શક્યતા છે. આ વાવાઝોડું 19 થી 22 ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે. અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર બતાવશે અને વરસાદ લાવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. જો કે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા ગુજરાતથી દૂર રહી શકે છે.
બંગાળની ખાડીથી ફરી તોફાન ઉઠશે
તેમણે વધુમાં કહ્યું કે, બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દેશના દક્ષિણ ભાગોમાં વરસાદ રહી શકે છે. 16 થી 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે ઝાપટા થઇ શકે છે. તો આ દિવસોમાં અમદાવાદ, વડોદરા, પંચમહાલ,હિંમતનગર, સાબરકાંઠામાં ભારે વરસાદ થઇ શકે છે.
વાવાઝોડા બાદ કાતિલ ઠંડી પડશે
અંબાલાલ પટેલે કહ્યું કે, 22 ઓક્ટોબરથી સવારના ભાગોમાં ઠંડકની શરૂઆત થઈ જશે. તેના બાદથી ઠંડી લાગવાની શરૂઆત થશે.
Trending Photos