Vaccine ના બે Dose લેવા છતાં આવા લક્ષણો દેખાય તો સાવધાન, તરત લેજો તબીબની સલાહ

નવી દિલ્લી: ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે અને દરરોજ બે લાખથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન, કોવિડ-19ના ઓમિક્રોન વેરિયન્ટના કેસ પણ વધી રહ્યા છે અને જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.

રસીકરણ કરાયેલા લોકોને પણ સંક્રમણ લાગી રહ્યું છે

1/7
image

કોરોના વેક્સીનને મહામારી સામેનું સૌથી મોટું શસ્ત્ર માનવામાં આવે છે, પરંતુ જે લોકોએ બંને ડોઝ લીધા છે તેઓ પણ કોવિડ-19થી સંક્રમિત થઈ રહ્યા છે. જોકે, રસીએ ગંભીર સંક્રમણને રોકવામાં મદદ કરી છે. આ સાથે, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુનું જોખમ પણ ઓછું થયું છે.

જેઓ રસી લેતા નથી તેઓ વધુ જોખમમાં છે

2/7
image

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, નિષ્ણાંતોનું કહેવું છે કે, રસી લીધા પછી, રોગપ્રતિકારક-રક્ષણ પ્રણાલી વિકસિત થાય છે, જે વાયરસથી બચવામાં મદદ કરે છે. તે જ સમયે, જે લોકો રસી લેતા નથી તેમને સંક્રમણ લાગવાનું અને ગંભીર રોગ થવાનું જોખમ વધારે છે.

રસીકરણ કરાયેલા લોકોમાં હળવા લક્ષણો

3/7
image

COVID-19ની વેક્સીન SARs-COV-2 વાયરસ સામે ચોક્કસ સ્તરનું રક્ષણ પૂરું પાડે છે. અભ્યાસમાં દર્શાવ્યું છે કે આંશિક અને સંપૂર્ણ રસી લીધેલ વ્યક્તિઓ સંક્રમિત થઈ શકે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ જેણે કોરોનાની રસી લીધી હોય તેને ચેપ લાગ્યો હોય, તો તે એસિમ્પટમેટિક રહે છે અથવા તેનામાં હળવા લક્ષણો જોવા મળે છે.

ઓમિક્રોનની સૌથી મોટા લક્ષણો

4/7
image

જાણવા મળ્યું છે કે કોવિડ-19નું ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા કરતા હળવુ છે. ડોક્ટરોએ નોંધ્યું છે કે, મોટાભાગના સંક્રમિત દર્દીઓમાં શરદી જેવા લક્ષણો જોવા મળે છે અને તેઓ જાતે જ સ્વસ્થ થઈ જાય છે. ગળાના દુઃખાવા ઉપરાંત, ઓમિક્રોનના કેટલાક અન્ય લક્ષણોમાં થાક, તાવ, શરીરમાં દુઃખાવો, રાત્રે પરસેવો, છીંક આવવી, વહેતું નાક, ઉબકા અને ભૂખ ન લાગવીનો સમાવેશ થાય છે. ડેલ્ટા વેરિયન્ટથી વિપરીત, ઓમિક્રોનમાં ગંધ અને સ્વાદ ન આવવાની સંભાવના ઓછી છે.

જે લોકોએ રસીના 2 ડોઝ લીધા છે તેવા લોકોમાં લક્ષણો

5/7
image

જે લોકોએ કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે તેઓ ઓમિક્રોનથી સંક્રમિત થયા બાદ ગળામાં ખરાશથી પીડાઈ રહ્યા છે. શિકાગો ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થ કમિશનર ડૉ. એલિસન અરવાડી કહે છે કે, જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેમણે ગળામાં દુઃખાવાનાં કોઈપણ લક્ષણોને અવગણવા જોઈએ નહીં.

લક્ષણો દેખાય ત્યારે શું કરવું?

6/7
image

કોવિડ-19ના સંક્રમણને શોધવાની સૌથી સચોટ પદ્ધતિ RT-PCR ટેસ્ટ છે. તેથી જ્યારે પણ તમે તમારી અંદર આ લક્ષણો જુઓ, શક્ય તેટલી વહેલી તકે તપાસ કરાવો. જે લોકોને શરદીના લક્ષણો દેખાય છે તેમને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે, જેથી ચેપને આગળ વધતો અટકાવી શકાય. આ સાથે, જ્યાં સુધી ટેસ્ટ રિપોર્ટ આવે અને તમે કોરોના સંક્રમિત નથી તેની પુષ્ટિ ન થાય ત્યાં સુધી ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવે છે.

ઈન્ફેક્શનથી બચવા આટલું કરો

7/7
image

માસ્ક પહેરવું એ કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમણ ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ છે, કારણકે કોવિડ-19નું નવું સ્વરૂપ વધુ સંક્રામક છે અને સંપૂર્ણ રસી લીધેલા લોકોને પણ અસર કરી રહ્યું છે. આ સિવાય જે લોકોને પહેલાથી જ કોરોના થઈ ગયો છે તેઓ પણ સંક્રમણનો ભોગ બની શકે છે. તેથી, કોરોના નિયમોનું પાલન કરવાનું ચાલુ રાખો અને અનિવાર્ય સંજોગો સિવાય મુસાફરી કરવાનું ટાળો.