Alejandra Marisa Photos: આ વૃદ્ધ મહિલાની સુંદરતા આગળ તો રૂપસુંદરીઓ પણ પાણી ભરે, જીત્યો મિસ યુનિવર્સનો ખિતાબ, ઉંમર જાણી દંગ રહેશો

 Alejandra Marisa Latest Photos: શનિવારે એલેઝાન્દ્રાએ બ્યૂનો આયર્સ પ્રાંત માટે મિસ સુનિવર્સનો ખિતાબ જીતી લીધો. આ સાથે જ તેમણે ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવી દીધુ. એલેઝાન્ડ્રા મોટી ઉંમરમાં મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી દુનિયાની પહેલી મહિલા બની છે. 

1/4
image

તમને કદાચ એમ કહીએ કે એક સીનિયર સિટિઝન મહિલાએ સુંદરતાના મામલે ભલભલાને પછાડીને દુનિયાનો મોટો ખિતાબ હાંસલ કર્યો તો વિશ્વાસ નહીં કરી શકો પરંતુ આ સાચી વાત છે. આ સિદ્ધિ આર્જેન્ટિનાની 60 વર્ષની મહિલા એલેઝાન્દ્રા મારિયા રોડ્રિગ્ઝે મેળવી છે. શનિવારે એલેઝાન્દ્રાએ બ્યૂનો આયર્સ પ્રાંત માટે મિસ સુનિવર્સનો ખિતાબ જીતી લીધો. આ સાથે જ તેમણે ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવી દીધુ. એલેઝાન્ડ્રા મોટી ઉંમરમાં મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી દુનિયાની પહેલી મહિલા બની છે. 

મોટી ઉંમરમાં સિદ્ધિ

2/4
image

એલેઝાન્ડ્રાનું આ ખિતાબ જીતવું એ એટલા માટે પણ ચોંકાવનારું છે કારણ કે અત્યાર સુધી આ ટાઈટલ નાની ઉંમરની મહિલાઓએ જીત્યું છે. ભારતમાંથી સુષ્મિતા સેન, લારા દત્તા, અને હરનાઝ સંધુ જેવી યુવતીઓ મિસ યુનિવર્સ રહી ચૂકી છે. વ્યવસાયે વકીલ એલેઝાન્ડ્રાએ આ સ્પર્ધાની ફાઈનલમાં 18થી 73 વર્ષની ઉંમરની 34 અન્ય સ્પર્ધકોને પાછળ છોડીને ઈતિહાસમાં નામ નોંધાવી દીધુ. 

શરૂઆતથી જ બધાનું ધ્યાન હતું તેના પર

3/4
image

અત્રે જણાવવાનું કે 2023 પહેલા મિસ યુનિવર્સ સ્પર્ધામાં ફક્ત 18થી 28 વર્ષની યુવતીઓ જ ભાગ લઈ શકતી હતી. પરંતુ 2023માં આ નિયમોમાં ફેરફાર થયો અને ગત વર્ષે પેજન્ટે જણાવ્યું કે 18થી 73 વર્ષની કોઈ પણ મહિલા કોઈ પણ અન્ય માપદંડની પરવા કર્યા વગર આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. એલેઝાન્ડ્રા ઉપરાંત અનેક વધુ ઉંમરના ચહેરા આ સ્પર્ધામાં સામેલ થયા હતા પરંતુ તેના લૂકે લોકોનું ધ્યાન શરૂઆતથી જ પોતાના તરફ ખેચ્યુ હતું. તેમના દેખાવ પાછળનું કારણ તેમની સાધારણ લાઈફસ્ટાઈલ અને સંતુલિત ભોજન છે. તેઓ પોતાની ફિટનેસનો શ્રેય પોતાના ભોજનને આપે છે. 

કોણ છે એલેઝાન્ડ્રા

4/4
image

આર્જેન્ટિનાના ન્યૂનસ આયર્સ પ્રાંતની રહીશ મારિસા રોડ્રિગ્સ વ્યવસાયે વકીલ છે. કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરતા પહેલા તેમણે જર્નાલિઝમને પોતાની કરિયર બનાવી હતી. તેમણે આર્જેન્ટિનાના એક ટીવી નેટવર્કમાં પણ કામ કર્યું. ત્યારબાદ તેઓ હોસ્પિટલ માટે એક લીગલ એડવાઈઝર બન્યા. તેમણે ક્યારેય બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લેવાનું વિચાર્યું નહતું. પરંતુ 2023માં જ્યારે મિસ યુનિવર્સના નિયમમાં ફેરફાર થયો તો તેમણે પોતાનો અભિપ્રાય બદલ્યો.