બાપ રે! તાનાશાહ કીમ જોંગનો વધુ એક ક્રુરતાભર્યો આદેશ, 30 અધિકારીઓને ફાંસીના માંચડે લટકાવ્યા
North Korea flood : ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉન પોતાની તાનાશાહી માટે દુનિયાભરમાં બદનામ છે. ત્યારે ફરી એકવાર કિમ જોંગ ઉને પોતાની તાનાશાહીથી બર્બરતા દેખાડી. પરંતુ આ વખતે કિમ જોંગ ઉને પોતાના ભ્રષ્ટ 30 અધિકારીઓને ફાંસીના માંચડે લટકાવી દીધા. ત્યારે કઈ ભૂલના કારણે અધિકારીઓને થઈ મોતની સજા.
કિમ જોંગ ઉન દુનિયાભરમાં બદનામ
ઉત્તર કોરિયાના લોકો હંમેશા પોતાના તાનાશાહ કિમ જોંગ ઉનની તાનાશાહીથી ખૌફમાં જીવે છે. આ તાનાશાહ કઈ ભૂલના કારણે ગુસ્સે ભરાઈ જાય તે કોઈ જાણતું નથી. પોતાની તાનાશાહીના કારણે કિમ જોંગ ઉન દુનિયાભરમાં બદનામ છે. કેમ કે આ તાનાશાહ હંમેશા પોતાની તાનાશાહીનો પરચો લોકોને બતાવતો રહે છે. ત્યારે હવે ફરી કિમ જોંગ ઉને પોતાની બર્બરતા લોકો પર વરસાવી છે. પરંતુ આ વખતે આ તાનાશાહનો ગુસ્સો સામાન્ય લોકો પર નહીં પરંતુ 4 હજારથી વધુ લોકોના જીવ લેનારા ભ્રષ્ટ અધિકારીઓ પર વરસ્યો છે.
4 હજાર જેટલા લોકોના જીવ ગયા
જીહાં, હાલ ઉત્તર કોરિયામાં મેઘ તારાજી સર્જાઈ છે. વિનાશક પૂરના કારણે ચાગાંગ પ્રાંતના અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે. એટલું જ નહીં સ્થાનિક રિપોર્ટ પ્રમાણે આ વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 4 હજાર જેટલા લોકોના જીવ ગયા છે. લોકોના માથે આફત આવી પડતાં ખૂદ તાનાશાહ કિમ જોંગ ઉન પૂર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યો હતો. જ્યાં કિમ જોંગ ઉને જોયું કે હજારો લોકોના ઘર તબાહ થઈ ગયા છે. તો લાખો લોકો પોતાના ઘર છોડવા માટે મજબૂર થયા છે. આ તમામ ડરામણા દ્રશ્યો જોઈને તાનાશાહ કિમ જોંગ ઉને લોકોની મદદ કરવાની સાથે સાથે બેદરકારી દાખવનારા સામે તપાસના આદેશ આપ્યા હતા.
તાનાશાહે 4 હજાર લોકોની જીવ લેનારાને સજા આપી
હવે સાઉથ કોરિયાના મીડિયાએ દાવો કર્યો છે કે તાનાશાહ કિમ જોંગ ઉને તાનાશાહી દેખાડી છે. મીડિયાએ દાવો કર્યો કે, ભ્રષ્ટ અધિકારીઓને ફાંસીના માંચડે લટકાવી દેવાયા. તાનાશાહે 4 હજાર લોકોની જીવ લેનારાને સજા આપી. પૂરમાં બેદરકારી દાખવનારાને જેલની સજા દેવાઈ હતી. 30 ભ્રષ્ટ અધિકારીઓને દંડ નહીં ફાંસી આપી દેવાઈ.
30 અધિકારીઓને સજા ફટકારાઈ
ઉત્તર કોરિયામાં મેઘરાજાએ તારાજી સર્જી છે. આ પૂરના તાંડવમાં હજારો લોકોના જીવ ગયા છે. તો લાખો લોકો બેઘર થયા છે. જુલાઈ મહિનામાં ચાગાંગ પ્રાંતમાં મૂશળધાર વરસાદ બાદ ભયંકર લેન્ડસ્લાઈડ થયું. જેના કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ. આ પૂરની ચપેટમાં હજારો પરિવાર આવી ગયા. લોકો અનેક લોકો પૂરના પ્રકોપથી ઘર વિહોણા થઈ ચુક્યા છે. ત્યારે કિમ જોંગના ધ્યાનમાં એ 30 ભ્રષ્ટ અધિકારીઓ આવ્યા, જેમણે લોકોને કરવાની સહાયમાં ભ્રષ્ટાચાર કર્યો હતો. જે બાદ આ 30 અધિકારીઓને સજા ફટકારાઈ હતી.
30 ભ્રષ્ટ અધિકારીઓ પૂરની સ્થિતિને રોકી શક્યા હોત
કિમ જોંગ ઉન એવું માને છે કે 30 ભ્રષ્ટ અધિકારીઓ પૂરની સ્થિતિને રોકી શક્યા હોત. લોકોને બચાવવા તેઓ હજુ પગલા લઈ શકે તેમ હતા. પરંતુ તેમણે પગલા લીધા નથી. ત્યારે આ લોકો સામે કડક પગલા લેવા માટે તાનાશાહે આદેશ કર્યો હતો. ત્યારે તાનાશાહના આદેશના પગલે જ આ 30 ભ્રષ્ટ અધિકારીઓને ફાંસીના માચડે લટકાવી દેવાયા છે. અને તેમના નામ પણ જાહેર કરવામાં આવ્યા નથી...
ઉત્તર કોરિયામાં પૂરથી મચી છે તારાજી
મેઘ તાંડવમાં 4 હજારથી વધુ લોકોનાં મોત... ભ્રષ્ટ અધિકારીઓ પર ભડક્યા તાનાશાહ... 30 અધિકારીઓને ફાંસી પર લટકાવી દીધા.. ભૂલ કરી તો દંડ નહીં સીધી ફાંસી આપી દીધી
Trending Photos