Photos : તિરુપતિમાં દાન કરાયેલા વાળમાંથી બનાવાઈ એવી પ્રોડક્ટ, કે વાંચીને વિશ્વાસ નહિ આવે

ગઈકાલે મહાત્મા ગાંધીની 150મી જન્મજંયતી પર મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં તિરુપતિ મંદિરમાં દાન કરાતા વાળની ચોંકાવનારી માહિતી સામે આવી છે. ધર્મના નામે આ મંદિરમાં દાન થતા વાળનો આવો અદભૂત ઉપયોગ પહેલા તમે ક્યારેય સાંભળ્યો નહિ હોય. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી હતી કે, કેવી રીતે દાન કરાયેલા વાળનો સદુપયોગ કરવામાં આવે છે. 

1/4
image

ગડકરીએ જણાવ્યું કે, કેવી રીતે વર્ધાની મહાત્મા ગાંધી વિજ્ઞાન સંસ્થાએ એક રિસર્ચ કરીને કપાયેલા વાળમાંથી એમિનો એસિડ બનાવ્યું છે. તેમણે કહ્યું કે, હું ખુદ એમિનો એસિડની એક બોટલ ઘર પર લાવ્યો છું અને તેનો ઉપયોગ ખેતીમાં કર્યો છે. જેનું સારુ પરિણામ પણ મળ્યું છે. ગડકરીએ કહ્યું કે, આ વાળથી એટલો ફાયદો થાય છે કે, મેં મારા ગામમાં કપાયેલા વાળમાંથી એમિનો એસિડ બનાવવાનું એક નાનકડુ યુનિટ પણ નાંખ્યું છે. 

2/4
image

ગડકરીએ જણાવ્યું કે, હવે તેઓ રોજ તિરુપતિમાંથી 5 ટ્રક વાળ ખરીદે છે અને તેમાંથી એમિનો એસિડ પર આધારિત માઈક્રો ન્યૂટ્રિએન્ટ તૈયાર કરે છે. માર્કેટમાં એમિનો એસિડની બોટલ 900 રૂપિયાના ભાવે મળે છે અને અમે 300 રૂપિયાના ભાવે વાળમાંથી બનાવેલ એમિનો એસિડ વેચીએ છીએ. ગડકરીએ કહ્યું કે, તેમને માત્ર દેશમાંથી જ નહિ, પરંતુ દૂબઈમાંથી પણ 180 કન્ટેનરનો ઓર્ડર મળ્યો છે. અત્યાર સુધી 40 કન્ટેનર પૂરા પાડવામાં આવ્યા છે. તિરુપતિના કપાયેલા વાળમાંથી એમિનો એસિડ બનાવીને ગડકરીને 12થી 15 કરોડનો ફાયદો થઈ રહ્યો છે.  

3/4
image

ગત મહિને તિરુપતિ મંદિરે વાળ વેચીની 7.84 કરોડની કમાણી કરી છે. ઓગસ્ટ મહિનામાં 5600 કિલો વાળની હરાજી કરાઈ હતી. અહીં દાન કરાયેલા વાળને તેમની લંબાઈના આધારે ત્રણ અલગ અલગ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જેમાં 31 ઈંચ અને તેથી વધુ લંબાઈના વાળ, 16-30 ઈંચ લાંબા વાળ અને 10-15 ઈંચના વાળ. આ ઉપરાંત સફેદ વાળની અલગ કેટેગરી છે. 

4/4
image

દેશના સૌથી અમીર મંદિરમાંથી એક છે તિરુમાલા તિરુપતિ મંદિર. આ ભગવાનને પ્રસન્ન કરવાથી દેવી લક્ષ્મીની કૃપા થાય છે અને તમામ મુશ્કેલીઓ દૂર થાય છે તેવી માન્યતા છે. કહેવાય છે કે, જે વ્યક્તિ પોતાના મનથી તમામ પાપ અને બુરાઈઓને અહીં છોડી જાય છે, તેના તમામ દુખ દેવી દૂર કરે છે. તેથી લોકો પોતાના પાપ અને બુરાઈના રૂપમાં પોતાના વાળ અહીં છોડી જાય છે. જેથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી તેમના પર પ્રસન્ન થાય અને તેમના પર કૃપા બની રહે.