ચંદ્રમા પર માણસને વસાવવાની તૈયારી, આવું હશે Astronauts નું રૂપકડું ઘર...જુઓ PHOTOS
કેટલીક તસવીરો સામે આવી છે કે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે ચંદ્રમા પર રહેવા માટે અંતરિક્ષયાત્રીઓ માટે બનનારું ઘર કેવું હોઈ શકે છે.
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા(NASA)એ હાલમાં જ જાહેરાત કરી હતી કે તેને ચંદ્રમા પર પાણી હોવાના પુરાવા મળ્યા છે. ત્યારબાદ ચંદ્રની ધરતી પર મનુષ્યને વસાવવાની એટલે કે સ્થાયી બેસ બનાવવાની યોજના અંગે પણ આશા વધી છે. આ બધા વચ્ચે કેટલીક તસવીરો સામે આવી છે કે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે ચંદ્રમા પર રહેવા માટે અંતરિક્ષયાત્રીઓ માટે બનનારું ઘર કેવું હોઈ શકે છે.
2 માણસોને ચંદ્ર પર ઉતારવાની તૈયારી
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાની 2024માં બે લોકોને ચંદ્રની જમીન પર ઉતારવાની યોજના છે. આ મિશનના પહેલા તબક્કા પર કામ શરૂ થઈ ગયું છે. જેમાં ચંદ્રમા પર ઓરિયન ક્રુ યાન ચંદ્રમા પર ઉતારવામાં આવશે. નાસાએ 18 એસ્ટ્રોનટ્સની સૂચિ બહાર પાડી છે જેમાંથી એક પુરુષ અને એક મહિલાને ચંદ્રમા પર મોકલવા માટે પસંદ કરાશે. (ફોટો સાભા- ઈએસએ)
નવા મિશનમાં કોલોની વસાવવા પર શોધ
નવા મિશન હેઠળ ચંદ્રમા પર એક સ્થાયી કોલોની વસાવવાની યોજના છે. જે મુજબ એન્જિનિયર એ જાણવાની કોશિશ કરશે કે ચંદ્ર પર હાજર સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. જેમ કે ત્યાં રહેલા ખાડાઓમાં બરફમાંથી પાણીનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે. (ફોટો-સાભાર ઈએસએ)
મંગળ પર માણસને મોકલવાની યોજના
એન્જિનિયર ચંદ્ર પર તે વિસ્તારોનો પણ અભ્યાસ કરશે જે અંગે અત્યાર સુધીમાં વધુ જાણકારી નથી. તે હેઠળ તે જગ્યાઓની પણ ભાળ મેળવવામાં આવશે જ્યાંથી અંતરિક્ષયાત્રીઓ મંગળ ગ્રહ પર જઈ શકે. અત્રે જણાવવાનું કે નાસા વર્ષ 2030 સુધીમાં એક પુરુષ અને એક મહિલાને મંગળ પર મોકલવા માંગે છે. (ફોટો સોર્સ-ઈએસએ)
ક્યારે શરૂ થશે ઘર બનાવવાનું કામ
યુરોપીયન અંતરિક્ષ એજન્સી (ઈએસએ)ના સલાહકાર એદન કાઉલીએ કહ્યું કે ચંદ્ર પર અંતરિક્ષયાત્રીઓના રહેવા માટે વેલણ આકાર સંરચનાઓ આવનારા કેટલાક વર્ષોમાં શરૂ થઈ જશે. પરંતુ તેમને વિકિરણ જોખમથી બચાવવાની જરૂર છે. (પ્રતિકાત્મક તસવીર)
ચંદ્ર પર રહેલી માટીનો ઉપયોગ થશે
ઈએસએના સલાહકાર એદન કાઉલીએ કહ્યું કે સુરક્ષાત્મક ઈંટ બનાવવા માટે રેજોલિથ(Regolith) નો ઉપયોગ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. જે ચંદ્ર પર હાલ જોવા મળતી માટી છે અને આઈસિંગ શુગર જેવી છે.
વિકિરણથી બચાવવા માટે આ છે પ્લાન
વૈજ્ઞાનિકોનું માનવું છે કે એક મીટર ઊંડી રેજોલિથની દીવાલો અને છતનો ઉપયોગ કરવાથી ચંદ્ર પર વિકિરણ અને ઠંડીથી ઈમારતોની રક્ષા કરી શકાશે. રોબોટ દ્વારા ભેગી કરાયેલી માટીની ઉપરની સપાટીથી 3ડી પ્રિન્ટરની મદદથી ઈંટોનું નિર્માણ કરવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)
સ્થાયી બેસ સ્ટેશન બનાવવાની યોજના
યુરોપીયન અંતરિક્ષ એજન્સી (ESA)ના ડાઈરેક્ટર જનરલ જેન વોર્નરે કહ્યું કે મારી યોજના ચંદ્રમા પર એક સ્થાયી બેસ સ્ટેશન બનાવવાની છે. તેમણે કહ્યું કે તેઓ નવી વસ્તીને મૂન વિલેજ કહેવાનું પસંદ કરશે (તસવીર-સાભાર ESA)
Trending Photos