Vastu for Home: ઘરની આ 5 વસ્તુ ક્યારેય ખાલી ન રાખવી, ઘર તરફ આકર્ષિત થાય છે અલક્ષ્મી, થઈ જશો કંગાળ

Vastu for Home: જો તમે ઈચ્છો છો કે નવું વર્ષ તમારા માટે શુભ હોય અને માં લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી વાસ કરે તો વાસ્તુના આ નિયમનું પાલન કરવું પડશે. ઘરમાં એવી 5 વસ્તુઓ હોય છે જેને ખાલી રાખવાથી ઘરમાં ધનની આવક અને પ્રગતી અટકી જાય છે. તેથી આ વસ્તુઓને ક્યારેય ખાલી રાખવી નહીં. 

તિજોરી

1/6
image

તિજોરીને ક્યારેય ખાલી રાખવી નહીં. જો પૈસાની જરૂર હોય અને તેમાંથી પૈસા કાઢો તો પણ થોડા પૈસા હંમેશા તિજોરીમાં રાખવા. તિજોરીમાં શંખ, કોડી કે ગોમતી ચક્ર પણ રાખી શકાય છે. 

મંદિરનું જલપાત્ર

2/6
image

ઘરના મંદિરમાં જલપાત્ર હોય તેને પણ ખાલી રાખવું નહીં. નિયમિત પૂજા કરતી વખતે જલપાત્રમાં તાજું પાણી ભરવું. તેનાથી ઘરમાં આર્થિક તંગી આવતી નથી.

ભંડાર ઘર

3/6
image

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો અન્નભંડાર પણ ક્યારેય ખાલી ન રાખો. જે પણ વસ્તુ ખુટે તેને ફરીથી ભરી દેવી જોઈએ. સાથે જ રોજ માં અન્નપૂર્ણાની પૂજા કરવી.

બાથરુમમાં ડોલ

4/6
image

ઘરના બાથરુમમાં પાણીની ડોલ હોય તેને પણ ખાલી રાખવી નહીં. તેનાથી નકારાત્મક ઊર્જા આકર્ષિત થાય છે. પાણીની ડોલ ભરીને રાખવી અથવા ઊંધી રાખવી.

પર્સ

5/6
image

પર્સને પણ ક્યારેય ખાલી રાખવા નહીં. ખાલી પર્સ દરિદ્રતા અને સ્ટ્રેસ આકર્ષે છે. પર્સ ખાલી કરો તો પણ તેમાં થોડા પૈસા રાખવા જોઈએ.

6/6
image