શું નવરાત્રિમાં વરસાદ બનશે વિલન? ઓક્ટોબરમાં કેવો રહેશે વરસાદી માહોલ, જાણી લો નવી આગાહી

Gujarat Rain Alert: 3 ઓક્ટોબરથી ગુજરાતીઓના ફેવરિટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ નવરાત્રિ મહોત્સવ માટે ખેલૈયાઓમાં હંમેશાથી થનગનાટ જોવા મળતો હોય છે. પરંતું હવે જ્યારે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે, ત્યાં વરસાદ વિધ્ન બનીને ત્રાટકે તેવું લાગી રહ્યું છે. ત્યારે નવરાત્રિના નવ દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે તેવું તેમણે જણાવ્યું.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ શું કહે છે

1/6
image

તારીખ 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, અને 12 ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થશે. ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી કે, નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહેશે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા છે. શરદપૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવુ ચક્રવાત બનવાની શક્યતા રહેશે.  

નવરાત્રિના 9 દિવસની આગાહી

2/6
image

3 થી 5 દરમિયાન નવરાત્રિ દરમિયાન હસતા નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 9 થી 12 દરમિયાન ચિત્રા નક્ષત્રમાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા 

3/6
image

રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી એવું કહે છે કે, નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે. 8 થી 10 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. 10 થી 14 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. જે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. 28 ઓક્ટોબર સુધીમાં આ સાયકલોન ચક્રવાતમા રૂપાંતર થઈ શકે છે. ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદના રૂપે જોવા મળી શકે છે.

પરેશ ગોસ્વામીની આગાહી

4/6
image

હજુ 3 દિવસ એટલે કે 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી  છે. તેમણે કહ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડશે. હજી પણ પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે. વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું છે કે, વરસાદની સિસ્ટમ ગુજરાતની ખૂબ નજીક પહોંચી છે. તેના અમુક ભાગો ગુજરાત પર પણ આવી ગયા છે. ત્યારે ગુજરાતમાં આજે અને આવતીકાલે સારો વરસાદ વરસે તેવી શક્યતા છે. આ સાથે તેમણે રાજ્યના કયા કયા ભાગોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે તે અંગેની પણ આગાહી કરી છે.    

હવામાન વિભાગની આગાહી

5/6
image

3 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું કે, દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આઈએમડીના જણાવ્યા અનુસાર યુપી, બિહાર, રાજસ્થાન, ઝારખંડ સહિત કેટલાક અન્ય રાજ્યોમાં છે. આવી સ્થિતિમાં વરસાદ નવરાત્રિમાં પણ વિક્ષેપ લાવી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સરક્યુલેશન હજુ પણ યથાવત છે. તેની અસરને કારણે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. 

6/6
image

ભારતીય હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ, દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતનું પરિભ્રમણ રચાઈ રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે એટલે કે સોમવારે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.