50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!
જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
3 ઓક્ટોબરથી આસો નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે અને તેનું સમાપન 12 ઓક્ટોબર દશેરાના દિવસે થશે. નવરાત્રીની મહાઅષ્ટમી આ વખતે 11 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે માતા મહાગૌરીની ઉપાસના કરવામાં આવશે. જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
મેષ રાશિ
મેષ રાશિવાળા માટે મહાષ્ટમી ખુબ જ શુભ ગણવામાં આવી રહી છે. આ શુભ સંયોગથી મેષ રાશિવાળાને શુભ સમાચાર મળી શકે છે. બિઝનેસ સંલગ્ન લોકોને પ્રગતિ થશે.
કર્ક રાશિ
કર્ક રાશિવાળાને સારી નોકરી મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. આ રાજયોગના કારણે તેમના કૌટુંબિક જીવનમાં શાંતિ રહેશે. સહકર્મીઓનો સહયોગ મળશે.
કન્યા રાશિ
બિઝનેસ કરનારાઓને કામ માટે મુસાફરી કરવી પડી શકે તેમ છે. આ મુસાફરી તમારા બિઝનેસ માટે શુભ ફળ આપનારી રહેશે. આ સમય તમારા માટે ખુબ સારો રહેશે. રોકાણના નવા રસ્તા ખુલશે.
મીન રાશિ
મીન રાશિવાળાને આ દરમિયાન સમાજમાં પદ અને પ્રતિષ્ઠા મળશે. બિઝનેસ કરનારાઓ માટે સમય સારો છે અને ધનલાભ થશે. નોકરી કરનારાઓ માટે આ રાજયોગ કોઈ વરદાનથી કમ નથી. માતા રાનીના આશીર્વાદ મળશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos