Sanjay Dutt ની મા Nargis ને મારી નાંખવા માટે કેમ આપી ડોક્ટરે સલાહ? જાણો પછી Sunil Dutt એ શું કર્યું 

નવી દિલ્લીઃ નરગિસ અને સુનીલ દત્ત (Nargi And Sunil Dutt Love Story) ની પ્રેમકહાની કોઈ ફિલ્મની કહાનીથી કમ નથી. આ બન્નેની પ્રેમકહાનીમાં ખુબ જ પ્રેમ, રોમાંસ અને સંઘર્ષ પણ હતો. જ્યારે નરગિસ અને સુનીલ દત્ત પહેલીવાર દો ગજ જમીન ફિલ્મ માટે બલરાજ સહાનીના સેટ પર મળ્યાં, એકબીજાને જોતા જ રહ્યાં. સુનીલ દત્ત ત્યારે અભિનેતા બનવાની તૈયારી કરી રહ્યાં હતા અને નરગિસ એ જમાનાની જાણીતી અભિનેત્રી હતી.
 
 

 

 

બન્નેએ કર્યો લગ્ન કરવાનો નિર્ણય:

1/6
image

પહેલી જ મુલાકાતે બન્ને ને એકબીજાની વધુ નજીક લાવી દીધાં હતાં. બન્ને જ્યારે મહેબૂબ ખાનની ફિલ્મ મધર ઈન્ડ઼િયામાં એક સાથે કામ કરી રહ્યાં હતા ત્યારે બન્ને એકબીજાની વધુ નજીક આવ્યાં. જોકે, એ ફિલ્મમાં નરગિસ સુનીલ દત્તની માતાનો રોલ કરી રહી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર હીટ રહી અને બન્નેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું.

...એની વચ્ચે આવ્યું એક તોફાન

2/6
image

સુનીલ દત્ત એ સમયે નરગિસના પ્રેમમાં ડુબેલા હતા અને તેઓ જ્યારે પણ તેને જોતા તો ખુબ જ નર્વસ થઈ જતાં. બન્નેના લગ્ન જીવનમાં પણ બધુ જ ઠીક ચાલી રહ્યું હતું. એ દરમિયાન એક દિવસ ખબર પડી કે નરગિસને કેન્સર છે. એ વાત આગની જેમ ફેલાઈ ગઈ. સુનીલ દત્તને જ્યારે આ વાતની ખબર પડી તેઓ ખુબ જ ઢીલા પડી ગયાં.  

નરગિસને ઈલાજ માટે વિદેશ લઈ ગયા

3/6
image

સુનીલ દત્ત પોતાની પત્ની નરગિસને ખુબ જ પ્રેમ કરતા હતા. તેઓ તેના ઈલાજ માટે તેને વિદેશ લઈ ગયાં. જ્યાં તેમના ઈલાજમાં હવે કીમોથેરેપી શરૂ કરવામાં આવી. આ પ્રક્રિયા ખુબ જ તકલીફ આપનારી હોય છે. આ પબ્રક્રિયાના લીધે નરગિસ કોમામાં જતી રહી હતી.

ત્યારે ડોકટરે કહ્યું હવે નરગિસને ચૈનથી સુવા દો...

4/6
image

આ ટ્રિટમેન્ટના અંતે ડોક્ટરોએ પણ બધી આશા છોડી દીધી. આખરે જે ડોક્ટરો નરગિસની ટ્રિટમેન્ટ કરતા હતા તેમણે કહ્યુંકે, હવે નરગિસને હંમેશા માટે સુવા દો...ડોક્ટરોએ સામેથી કહ્યુંકે, હવે નરગિસને લગાવેલી લાઈફ સિસ્ટમ હટાવી લેવામાં આવે, ભલે નરગિસ આ દુનિયાથી જતી રહે, હવે તેમને ચૈનથી હંમેશા માટે સુવા દો. 

 

સુનીલ દત્ત તૈયાર ન થયા

5/6
image

સુનીલ દત્ત તેના માટે તૈયાર ન થયા. તેઓ સતત પોતાની પત્ની નરગિસ ઠીક થાય તેની કામના કરતા રહ્યાં. પછી એક દિવસ નરગિસ કોમા માંથી બહાર આવી. તેમનો પરિવાર ખુશ થઈ ગયો. નરગિસ ઠીક થવા લાગી. આ એ દૌર હતો જ્યારે સંજય દત્ત બોલીવુડમાં પોતાના ડેબ્યુની તૈયારી કરી રહ્યો હતો.

 

જ્યારે થઈ નરગિસની મૌત

6/6
image

નરગિસ ફિલ્મની સ્ક્રિનિંગ જોવા માંગતા હતા. એના માટેની તમામ વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી. પણ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. બસ નરગિસ હંમેશા માટે સુનીલ દત્તને છોડીને ચાલી ગઈ. 3 મે 1981ના રોજ નરગિસે અંતિમ શ્વાસ લીધાં. પોતાના દિકરા સંજય દત્તના બોલીવુડમાં ડેબ્યૂના ઠીક 3 દિવસ પહેલાં જ નરગિસનું નિધન થઈ ગયું. આ ઘટના બાદ સુનીલ દત્ત પુરી રીતે ભાંગી પડ્યાં હતાં.