લોકસભાના 'સ્માઇલિંગ મૂમેંટ', રાહુલના આ આરોપો વડાપ્રધાન હસી પડ્યા...

રાહુલના આરોપો દરમિયાન ઘણીવાર એવી મૂમેંટ આવી જ્યારે વડાપ્રધાનમંત્રી મોદી ગંભીર થવાના બદલે જોરદાર હસતા નજરે પડ્યા

Narendra modi Smiling moments-4

1/4
image

મોનસૂન સત્રમાં મોદી સરકાર વિરૂદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં આજે ચર્ચા થઇ. ચર્ચા દરમિયાન પહેલાં શિવસેનાએ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન વોટિંગથી દૂર રહી. આજે થયેલી સદનની કાર્યવાહી દરમિયાન ઘણી એવી પળો આવી, જ્યારે વડાપ્રધાન નરેંદ્ર મોદી પોતાના અને કેંદ્ર સરકાર પર લાગનાર આરોપો પર હસતાં જોવા મળ્યા. 

Narendra modi Smiling moments-3

2/4
image

સદનની કાર્યવાહી શરૂ થતાં જ બીજૂ જનતા દળે સદનથી વોકઆઉટ કરી દીધું. જોકે બીજેડીએ આ પહેલાં સ્પષ્ટ કરી દીધું કે તે તે મુદ્દે ના તો કોંગ્રેસ સાથે છે ના તો ભાજપ સાથે. બીજેડી ઉપરાંત તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના સાંસદ પણ વોટિંગનો બહિષ્કાર કરી શકે છે. આ દરમિયાન વડાપ્રધાન નરેંદ્ર મોદી હસતાં નજરે પડ્યા. 

Narendra modi Smiling moments-2

3/4
image

રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દેશના સૈનિકોની સાથે વિશ્વાસઘાત કર્યો છે. તો બીજી તરફ રાહુલ ગાંધીએ કહ્યું કે સદનમાં હાલ વડાપ્રધાન નરેંદ્ર મોદી એટલા માટે આંખો મીલાવી શકતા નથી, કારણ કે તે ઇમાનદારીથી દેશની ચોકીદારી કરી શકતા નથી. ખાસ વાત એ છે કે જે સમયે રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી અને ભાજપની સરકાર પર નિશાન સાધી રહ્યા હતા, તે સમયે વડાપ્રધાન નરેંદ્ર મોદી હસતા રહ્યા. 

Narendra modi Smiling moments-1

4/4
image

રાહુલના આરોપો દરમિયાન ઘણીવાર એવી મૂમેંટ આવી જ્યારે વડાપ્રધાનમંત્રી મોદી ગંભીર થવાના બદલે જોરદાર હસતા નજરે પડ્યા. સદનમાં પોતાનું ભાષણ ખતમ કર્યા બાદ રાહુલ ગાંધી પોતાની સીટ પરથી ઉઠીને આવ્યા અને વડાપ્રધાનમંત્રી મોદીને ગળે લગાવ્યા. રાહુલ ગાંધીને નરેંદ્ર મોદીને ગળે મળતાં જોઇ સદનમાં દરેક વ્યક્તિ હૈરાન રહી ગયો.