Nail Paint Hacks: ઘરમાં ન હોય રિમૂવર ન હોય તો આ દેશી જુગાડ કરીને દુર કરો નેલ પેન્ટ

Home Remedies To Remove Nail Polish: નવરાત્રિ દરમિયાન સ્ટાઇલિસ્ટ દેખાવા માટે યુવતીઓ માથાથી પગ સુધીના શણગાર કરે છે. આ શણગારની એક વસ્તુ નેલ પોલીશ પણ છે. હાથ અને પગના નખમાં યુવતીઓ ડ્રેસને અનુરુપ મેચિંગ નેલ પોલીશ કરે છે. જોકે રોજ અલગ અલગ રંગના અને સ્ટાઈલના કપડા પહેરવાના હોવાથી નેલ પોલીશ  પણ ઘણી વખત બદલવી પડે છે. ક્યારેક એવું પણ થાય કે ઘરમાં નેલ રિમૂવર ન હોય. આવી સ્થિતિમાં તમે ઘરમાં ઉપલબ્ધ કેટલીક વસ્તુઓનો ઉપયોગ તરીકે કરી નેલ પેન્ટને રિમૂવ કરી શકો છો.

લીંબુ

1/6
image

નેલ પોલીશ કાઢવાનો આ એક અસરકારક ઈલાજ છે. તેના માટે એક વાસણમાં ગરમ પાણી લઈ તેમાં લીંબુનો રસ મિક્સ કરો અને આ પાણીમાં થોડી મિનિટ માટે હાથ ડૂબાડી રાખો. ત્યાર પછી તમે નખ સાફ કરશો તો એકદમ સાફ થઈ જશે.

ગરમ પાણી

2/6
image

જો અચાનક તમારે બહાર જવાનું થાય અને નીલ રિમૂવર ન મળતું હોય તો નેલ પોલીશને દૂર કરવા માટે થોડું ગરમ પાણી લઈને તેમાં નખ ને 25 મિનિટ સુધી ડુબાડી રાખો. ત્યાર પછી રૂ ની મદદ થી ધીરે ધીરે નેલ પેન્ટ સાફ કરી લો.

બેકિંગ સોડા

3/6
image

નખમાંથી નેલ પેન્ટને દૂર કરવા માટે તમે બેકિંગ સોડાની ટ્રીક પણ અજમાવી શકો છો. તેના માટે બેકિંગ સોડામાં ટુથપેસ્ટ મિક્સ કરીને નખ પર લગાડો. થોડીવાર તેને રહેવા દો અને પછી નખ સાફ કરશો તો નેલ પેન્ટ નીકળી જશે.

ટુથપેસ્ટ

4/6
image

દાંતને સાફ કરવા માટે જે ટુથપેસ્ટમાં ઉપયોગ થાય છે તે નેલ પેન્ટને પણ સરળતાથી દૂર કરી શકે છે. તેના માટે નખ ઉપર થોડી થોડી નેલ પેન્ટ લગાડી અને 10 થી 15 મિનિટ રાખો. ત્યાર પછી બ્રશની મદદથી નખ અને રગડશો તો નેલ પેન્ટ નીકળી જશે.

વિનેગર

5/6
image

નેલ પેન્ટ કાઢવા માટે વિનેગર નો ઉપયોગ પણ કરી શકો છો તેના માટે એક વાટકીમાં થોડું વિનેગર લઈ રૂની મદદથી નેલ પેન્ટ પર તેને લગાડો. દસ મિનિટ પછી ગરમ પાણીથી હાથ જોશો તો નેલ પેન્ટ નીકળી જશે.  

6/6
image