Lizards: અજમાવો આ દેશી નુસખા, ગણતરીની મિનિટોમાં જ ગરોળી ભાગી જશે ઘરમાંથી

Home Remedies For Lizards: ઘરની અંદર જો એક ગરોળી પણ આવી જાય તો ભારે ઉત્પાત મચાવે છે. ગરોળીના કારણે બીક પણ લાગે છે. સાથે જ જો ઘરમાં એક ગરોળી આવી જાય તો પછી એક પછી એક ગરોળી વધતી જાય છે. ગરોળી ઘરમાં ફરતી હોય તો સતત ચિંતા રહે કે ક્યાંક તે માથે ન પડે. તેનાથી મોટાભાગના લોકોને બીક લાગતી હોય છે. આજે તમને એવા ઘરગથ્થુ નુસખા વિશે જણાવીએ જેને કરવાથી ગરોળી ઘરમાંથી કાયમ માટે દૂર થઈ જાય છે. જો તમે પણ ગરોળીના ત્રાસથી પરેશાન થઈ ગયા છો તો આજે જ અજમાવો આ દેશી નુસખા. 

ડુંગળી

1/7
image

જે જગ્યા પર ગરોળી સૌથી વધારે જોવા મળતી હોય ત્યાં એક ડુંગળી લટકાવી દેવી. ડુંગળીની સુગંધથી ગરોળી ભાગી જાય છે.

મોરનું પીછું

2/7
image

દિવાલ ઉપર મોરનું પીછું લગાડવાથી પણ તે જગ્યાની આસપાસ ગરોળી ફરકતી નથી. 

લાલ મરચું પાવડર

3/7
image

જો ઘર માં ગરોળી વધી ગઈ હોય તો ઘરની દિવાલ ઉપર લાલ મરચું પાવડર નો સ્પ્રે છાંટી દેવો. તેનાથી ગરોળી તુરંત જ ભાગી જાય છે 

મરી

4/7
image

પાણીમાં કાળા મરીનો પાવડર મિક્સ કરી અને જ્યાં ગરોળી સૌથી વધારે ફરતી હોય તે જગ્યા પર આ મિશ્રણ લગાડી દેવું. ત્યાર પછી ક્યારેય ગરોળી જોવા નહીં મળે.

લસણ

5/7
image

લસણની ગંધથી પણ ગરોળી દૂર થઈ જાય છે. લસણની સુગંધ થી ગરોળી તમારા ઘરમાંથી જ દૂર થઈ જશે.

ફિનાઈલની ગોળી

6/7
image

ગરોળીને ભગાડવા માટે ફીનાઇલની ગોળીનો ઉપયોગ કરી શકાય છે. ફીનાઇલની ગોળી ખૂણામાં રાખી દેવાથી ગરોળી આસપાસ ફરકતી નથી. 

કોફી પાવડર

7/7
image

કોફી પાવડરને તમાકુ પાવડર સાથે મિક્સ કરીને એવી જગ્યા પર લગાડી દો જ્યાં ગરોળી વધારે દેખાતી હોય. એકવાર આ વસ્તુ લગાડ્યા પછી બીજી વખત ગરોળી ત્યાં જોવા નહીં મળે.