ક્રિકેટ રેકોર્ડ 2018: ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-10 બેટ્સમેન
2018મા રમાયેલી ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય બેટ્સમેનોની બોલબાલા રહી અને સૌથી વધુ રન બનાવનાર ટોપ બે બેટ્સમેનો ભારતના છે. આ વર્ષે શિખર ધવને સૌથી વધુ 689 રન બનાવ્યા અને આ એક વર્ષમાં કોઈપણ બેટ્સમેનના સૌથી વધુ રનનો રેકોર્ડ છે. બીજા સ્થાન પર રોહિત શર્મા છે, જેણે આ વર્ષે 590 રન બનાવ્યા છે.
2018મા સૌથી વધુ રન બનાવનાર ટોપ-10 બેટ્સમેનોમાં બે ભારતીય બેટ્સમેન સિવાય હે બેટ્સમેન પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ, ત્રણ બેટ્સમેન ઓસ્ટ્રેલિયા અને એક બાંગ્લાદેશનો છે. આવો નજર કરીએ 2018મા ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-10 બેટ્સમેનો પર..
શિખર ધવન (ભારત), 689 રન
શિખર ધવને 2018મા સૌથી વધુ 689 રન બનાવ્યા અને એક વર્ષમાં સૌથી વધુ રન બનાવવાના મામલાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ધવને 18 મેચોમાં 40.52ની એવરેજ અને 6 અડધી સદીની મદદથી આ રન બનાવ્યા છે. તેનો સર્વાધિક સ્કોર 92 રન રહ્યો છે.
રોહિત શર્મા (ભારત), 590 રન
ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ આ વર્ષે 19 મેચોમાં 36.87ની એવરેજથી બે સદી અને ત્રણ અડધી સદીની મદદથી 590 રન બનાવ્યા છે. તેનો સર્વાધિક સ્કોર 111* રન રહ્યો છે.
ફખર જમાન (પાકિસ્તાન), 576 રન
ફખર જમાને 17 મેચોમાં 33.88ની એવરેજ અને ચાર અડધી સદીની મદદથી 576 રન બનાવ્યા અને સૌથી વધુ રન બનાવવાના મામલામાં તે ત્રીજા સ્થાને રહ્યો છે. ફખરનો સર્વાધિક સ્કોર 91 રન રહ્યો છે.
બાબર આઝમ (પાકિસ્તાન), 563 રન
બાબર આઝમે 2018મા 12 મેચોમાં 62.55ની એવરેજ અને 6 અડધી સદીની મદદથી 563 રન બનાવ્યા અને સૌથી વધુ રન બનાવવાના મામલે તે ચોથા સ્થાને રહ્યો છે. તેનો સર્વાધિક સ્કોર 97* રન છે.
આરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા), 531 રન
ઓસ્ટ્રેલિયાના ટી20 કેપ્ટન આરોન ફિન્ચે 17 મેચોમાં 40.84ની એવરેજથી 531 રન બનાવ્યા, જેમાં તેનો સર્વાધિક સ્કોર 172 રન રહ્યો છે. ફિન્ચ સૌથી વધુ રન બનાવવાના મામલે પાંચમાં સ્થાને રહ્યો અને તેણે એક સદી અને બે અડધી સદી ફટકારી છે.
ડાર્સી શોર્ટ (ઓસ્ટ્રેલિયા), 515 રન
ઓસ્ટ્રેલિયાના ડાર્સી શોર્ટે 18 મેચોમાં 32.18ની એવરેજથી 515 રન બનાવ્યા અને સૌથી વધુ રન બનાવવાના મામલે તે છઠ્ઠા સ્થાને છે. તેણે ચાર અડધી સદી ફટકારી અને તેનો સર્વોચ્ચ સ્કોર 76 રન રહ્યો છે.
ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા), 506 રન
ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ આ વર્ષે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં સાતમાં સ્થાને છે. તેણે 19 મેચોમાં 36.14ની એવરેજથી એક સદી અને બે અડધી સદીની મદદથી 506 રન બાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 103* રન રહ્યો છે.
કોલિન મુનરો (ન્યૂઝીલેન્ડ), 500 રન
ન્યૂઝીલેન્ડના ઓપનર કોલિન મુનરોએ આ વર્ષે 12 મેચોમાં 45.45ની એવરેજથી એક સદી અને ચાર અડધી સદીની મદદથી 50 રન બનાવ્યા અને તે સૌથી વધુ રન બનાવવાના મામલે આઠમાં સ્થાને છે. તેનો સર્વોચ્ચ સ્કોર 104 રન રહ્યો છે.
મહમુદુલ્લાહ (બાંગ્લાદેશ), 414 રન
બાંગ્લાદેશના મહમુદુલ્લાહ 2018મા સૌથી વધુ રન બનાવવાના મામલામાં નવમાં સ્થાન પર રહ્યો છે. તેણે 16 મેચોમાં 34.50ની એવરેજથી 414 રન બનાવ્યા, જેમાં તેનો સર્વાધિક સ્કોર 45 રન રહ્યો છે.
માર્ટિન ગુપ્ટિલ (ન્યૂઝીલેન્ડ), 410 રન
ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ 2018મા સૌથી વધુ રન બનાવવાના મામલામાં 10મા સ્થાન પર છે. ગુપ્ટિલે 10 મેચોમાં 41ની એવરેજથી એક સદી અને ચાર અડધી સદીની મદદથી 410 રન બનાવ્યા, જેમાં તેનો સર્વાધિક સ્કોર 105 રન રહ્યો છે.
Trending Photos