Most Dangerous Drugs in the world: દુનિયાના 5 સૌથી ખતરનાક ડ્રગ્સ, જે ધીરે ધીરે શરીરને બનાવી દે છે ખોખલું

બોલીવુડના કિંગખાના શાહરૂખના પુત્ર આર્યન ખાન હાલ ખુબ જ ચર્ચામાં છે જે ડ્રગ્સ કેસમાં હાલ જેલની હવા ખાઈ રહ્યો છે. જો કે એક વર્ષથી વધુ સમયથી બોલીવુડ અને ટીવ સ્ક્રીનના ઘણા મોટા સ્ટાર્સ ડ્રગ્સકાંડમાં એજન્સીઓની રડાર પર છે. NCBએ ઘણાને પૂછપરછ માટે બોલાવ્યા, કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી. ત્યારે વધતા ડ્રગ્સ કલ્ચર અંગે ચર્ચા ખુબ વધી રહી છે.

નવી દિલ્હીઃ બોલીવુડના કિંગખાના શાહરૂખના પુત્ર આર્યન ખાન હાલ ખુબ જ ચર્ચામાં છે જે ડ્રગ્સ કેસમાં હાલ જેલની હવા ખાઈ રહ્યો છે. જો કે એક વર્ષથી વધુ સમયથી બોલીવુડ અને ટીવ સ્ક્રીનના ઘણા મોટા સ્ટાર્સ ડ્રગ્સકાંડમાં એજન્સીઓની રડાર પર છે. NCBએ ઘણાને પૂછપરછ માટે બોલાવ્યા, કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી. ત્યારે વધતા ડ્રગ્સ કલ્ચર અંગે ચર્ચા ખુબ વધી રહી છે. ડ્રગ્સ  અંગે અમુક માહિતી જાણવી ખુબ જરૂરી છે. ભારત સહિત વિશ્વના ઘણા એવા દેશો છે જ્યાં ડ્રગ્સના વેચાણ અને સેવન પર પ્રતિબંધ છે. આવું કોઈ કરે તો તે ગુનાના પાત્ર ગણાય છે. ત્યારે એ પણ સવાલ થાય સૌથી વધુ ખતરનાક ડ્રગ્સ ક્યું. તો આજે તમને એવા 5 ડ્રગ્સ વિશે જણાવીશું જે સમગ્ર દુનિયમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે. જેને લેવાથી વ્યક્તિ મોતના મુખ સુધી પહોંચી જાય છે. 
 

કોકેન

1/5
image

 

ડ્રગ્સની દુનિયમાં કોકેન  નામ ખુબ જાણીતું છે. જેને ECSTASY, એક્સ, XTC જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. લોકો તેનો ઉપયોગ પાવડર અને ઈન્જેક્શનના રૂપમાં કરે છે. કોકેનના વધુ પડતા સેવનથી મગજમાં ડોપામાઇન કેમિકલનો વધારો થાય છે. Addictioncenter.comના અહેવાલ મુજબ કોકેઈનના લાંબા ગાળાના ઉપયોગથી હૃદય રોગ અને હાઈપરટેન્શનનું જોખમ વધે છે. વધારે પડતા સેવનથી શરીરના અંગો પણ ફેઈલ થઈ શકે છે.   

હેરોઇન

2/5
image

મેફેડ્રોન અથવા મિયાઉ-મિયાઉ એક જાણીતું નામ છે. જેનો ડ્રગ્સ પાર્ટીઓમાં ખુબ જ ઉપયોગ કરવામાં આવે છે. આ ડ્રગ્સ કેપ્સ્યુલ અને પાવડર સ્વરૂપમાં મળે છે. આ ડ્રગ્સનું સેવન માનવીની અંદર વધુ પડતો ઉત્તેજના પેદા કરે છે. ડ્રગ્સ લીધા બાદ લોકો  આત્મવિશ્વાસ અનુભવે છે. અને આ ડ્રગ્સનું જે વ્યક્તિ સેવન કરે છે તે વધુ બોલવાનું શરૂ કરે છે. આ ડ્રગ્સથી આંગળીઓ ઠંડી અને વાદળી થઈ જાય છે, નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા પણ જોવા મળે છે. હેરોઈનના વધુ પડતા સેવનથી મૃત્યુનું જોખમ વધે છે.  

MDMA

3/5
image

MDMA અથવા Molly તરીકે ઓળખાતા આ ડ્રગ્સના સુપરમેન, રોલેક્સ પિંક સુપરમેન, મેન્ડી જેવા પણ નામ છે. આ ડ્રગ્સ કેપ્સ્યુલ્સ, ગોળીઓ અને પ્રવાહીના રૂપમાં ઉપલબ્ધ છે. MDMAના સેવનથી ઉબકા, શરીરમાં ખેંચાણ, ઝાંખી દ્રષ્ટિ જેવી સમસ્યાઓ વધુ જોવા મળે છે.  

કેટામાઈન ડ્રગ્સ

4/5
image

કેટામાઈન ડ્રગ્સ વિટામિન કે, સુપર કે, સ્પેશિયલ કે, ગ્રીન અને કે જેવા નામોથી પણ ઓળખાય છે. કેટામાઈન ગોળી અને પાવડર રૂપમાં મળે છે. આ ડ્રગ્સના ઉપયોગથી હૃદય અને લોહીની ગતિ વધી જાય છે. વધારે પડતા સેવનથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.   

મેથામ્ફેટામાઈન્સ ડ્રગ્સ

5/5
image

મેથામ્ફેટામાઇન્સ નામનું ડ્રગ્સ યાબા, ક્રિસ્ટલ મેથ, મેથ અને ક્રેન્ક જેવા નામોથી પણ ઓળખાય છે. ગોળી, પાવડર અને સ્ફટિકના રૂપમાં મેથામ્ફેટામાઈન્સ ડ્રગ્સ માર્કેટમાં મળે છે. આ ડ્રગ્સના સેવનથી વ્યક્તિ ખૂબ ખુશ, ઉત્સાહિત, આક્રમક અને મૂંઝવણની સ્થિતિમાં રહે છે. તે માનવ હૃદય અને લોહીની ગતિ વધારે છે. આ ડ્રગ્સના સેવનથી ફેફસાં, કિડની અને મગજ પર ખૂબ જ નકારાત્મક અસર પડે છે.